સંરક્ષણ મંત્રાલય

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ હેડક્વાર્ટર્સ અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ‘નો યોર એર ફોર્સ (તમારાં વાયુદળને જાણો)’ સાથે 86મા ભારતીય વાયુદળ દિવસની ઉજવણી માટે સજ્જ

Posted On: 05 OCT 2017 5:54PM by PIB Ahmedabad

અમદાવાદ, 05 ઓક્ટોબર, 2017

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ હેડક્વાર્ટર્સ દ્વારા અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં 05 અને 06 ઓક્ટોબર, 2017નાં રોજ બે દિવસીય નો યોર એર ફોર્સ (તમારાં વાયુદળને જાણો) નામનું વિશેષ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનનું ઉદ્ઘાટન આજે રાજ્ય કક્ષાનાં માર્ગ અને પરિવહન મંત્રી માનનીય શ્રી વલ્લભભાઈ કાકડિયાએ કર્યું હતું. તેનો ઉદ્દેશ ગુજરાતનાં યુવાનોને ભારતીય વાયુદળ (આઇએએફ) સાથે જોડવાનો અને દેશ માટે હવાઈ યોદ્ધા બનવા પ્રેરિત કરવાનો છે.

   

        તેનાં પ્રથમ દિવસે પેરા સેલિંગ, નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા એરો મોડલિંગ ડિસ્પ્લે, ગાર્ડ કમાન્ડો દ્વારા એક્શન અને સ્પેશ્યલ હેલિબોર્ન ઓપરેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તેમાં ભારતીય વાયુદળનાં ઉપકરણોનું પ્રદર્શન, ભારતીય વાયુદળમાં મેડિકલ/ગંભીર સારવારનાં સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં તથા યુવાન મુલાકાતીઓ માટે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ બેન્ડ દ્વારા લાઇફ પર્ફોર્મન્સ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વળી ભારતીય વાયુદળનાં કેડર્સમાં ઉપલબ્ધ કારકિર્દીની વિવિધ તકો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કારકિર્દી સલાહ સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો છે.

આજનાં કાર્યક્રમમાં વિશેષ અતિથિઓ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં સીનિયર એર સ્ટાફ ઓફિસર એર માર્શલ ડી એસ રાવત એવીએસએમ વીએસએમ અને નિરમા યુનિવર્સિટીનાં વાઇસ પ્રેસિડન્ટ શ્રી કે કે પટેલ હતાં.

NP/J.Khunt/GP                                                                                      


(Release ID: 1504979) Visitor Counter : 196


Read this release in: English