માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

રાષ્ટ્રીય રાજમાર્ગ પર વૃક્ષા રોપણ અભિયાન

Posted On: 05 OCT 2017 5:52PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 05 ઓક્ટોબર, 2017

 

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરીટી (એનએચએઆઈ)એ આ વખતે મોનસૂનમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર લગભગ 10 લાખ વૃક્ષો વાવ્યા. આમાં છાયાદાર માર્ગ પર લગભગ ચાર લાખ વૃક્ષો લગાવ્યા અને લગભગ છ લાખ વૃક્ષો રાજાર્ગની વચ્ચો વચ્ચ લગાવ્યા. વૃક્ષો લગાવવાનું આ અભિયાન સ્વચ્છ, લીલા અને પ્રદૂષણ મુક્ત રાષ્ટ્રીય રાજમાર્ગ આપવા સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવવાની દિશામાં એનએચએઆઈની પ્રવૃત્તિનો એક ભાગ છે. મોનસૂન દરમિયાન આ અભિયાન નિયમિત રીતે ચલાવાયું અને ત્યાર પછી પણ પાણી નાંખી અને વૃક્ષોની જાળવણી કરાઈ. વૃક્ષા રોપણનું કાર્ય રાજાર્ગ વિકાસ પરિયોજનાનો એક અભિન્ન ભાગ છે, જે સુનિશ્ચિત કરે છે કે આપણા રાજમાર્ગ સ્વચ્છ, લીલા અને પ્રદૂષણ મુક્ત રહે.

 

NP/J.Khunt/GP                                                                              


(Release ID: 1504977) Visitor Counter : 177


Read this release in: English