પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હરિદ્વારમાં ઉમિયા ધામ આશ્રમનાં ઉદ્ઘાટનની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું
प्रविष्टि तिथि:
05 OCT 2017 5:45PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 05 ઓક્ટોબર, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હરિદ્વારમાં ઉમિયા ધામ આશ્રમનાં ઉદ્ઘાટન સમારંભને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં આધ્યાત્મિક સંસ્થાઓ સામાજિક સુધારા માટેના કેન્દ્રો ધરાવે છે. તેમણે પ્રવાસનને ભારતની પ્રાચીન વિભાવના અને આધ્યાત્મિક પરંપરા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આજે ઉદ્ઘાટન થયેલો આશ્રમ હરિદ્વારમાં આવતાં યાત્રાળુઓને લાભ આપશે. તેમણે જણાવ્યું હતું કે, યાત્રા આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આપણે યાત્રા મારફતે દેશનાં વિવિધ ભાગોની સંસ્કૃતિ અને રહેણીકરણીથી પરિચિત થઈએ છીએ. યાત્રા દ્વારા જ દેશના વિવિધ ભાગોના પરિચયમાં આવીએ છીએ, નહીતર જેને કદાચ આપણે ક્યારેય ન જોઈ-જાણી શક્યા હોત.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મા ઉમિયાનાં ભક્તોએ કરેલી કામગીરી કેટલાંક લોકોનાં જીવનને સ્પર્શી છે. તેમણે જાતિ સમાનતાનો સંદેશ ફેલાવ્યો છે. તેમણે ખાસ કરીને મહેસાણા જિલ્લાની મહિલાઓનો આભાર માન્યો હતો, જેમણે “બેટી બચાવો, બેટી પઢાઓ”નો સંદેશ ફેલાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ મા ઉમિયાનાં તમામ શ્રદ્ધાળુઓને સ્વચ્છાગ્રહીઓ બનવા અને સ્વચ્છ ભારત અભિયાનને મજબૂત કરવા અપીલ કરી હતી.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1504972)
आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English