ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ આવતીકાલથી આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની બે દિવસની યાત્રા પર જશે
શ્રી રાજનાથ સિંહ પોતાની યાત્રા દરમિયાન વિવિધ વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરશે
Posted On:
04 OCT 2017 5:19PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04 ઓક્ટોબર, 2017
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ આવતી કાલે (05-10-2017) થી આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની બે દિવસની યાત્રા પર જશે. પોતાની યાત્રા દરમિયાન તેઓ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી આવતી કાલે બપોરે પોર્ટ બ્લેર પહોંચ્યા બાદ મૈરીન ડૉકયાર્ડમાં નૌવહન પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરશે. 6 ઓક્ટોબર, 2017ના રોજ તેઓ આંદામાન દ્વીપ સમૂહમાં ડિગલીપુર અને ઉત્તર બરાતાંગ બ્રિજ, હમ્ફ્રી સામુદ્રધુનીની મધ્યમાં વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત પણ કરશે.
NP/J.Khunt/GP
(Release ID: 1504864)
Visitor Counter : 157