ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઈસરોનું ટીમ વર્ક અને કાર્ય પરિણામ અન્ય વિભાગો અને સંસ્થાઓ માટે આદર્શ : ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ વિશ્વ અંતરિક્ષ સપ્તાહ સમારોહનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 04 OCT 2017 4:36PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04 ઓક્ટોબર, 2017

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂએ કહ્યું કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)નું ટીમ વર્ક અને કાર્ય પરિણામ અન્ય વિભાગો અને સંસ્થાઓ માટે આદર્શ છે. ઉપરાષ્ટ્રપતિ આજે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં વિશ્વ અંતરિક્ષ સપ્તાહ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા. આ અવસર પર આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી ઈ.એસ.એલ.નરસિંહા તથા ઈસરોના અધ્યક્ષ શ્રી કૃષ્ણકુમાર તથા અન્ય ગણમાન્ય વ્યક્તિ ઉપસ્થિત હતા.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અંતરિક્ષ પ્રૌદ્યોગિકીમાં ભારતની શક્તિને જોઈને ગર્વ થાય છે કેમ કે અંતરિક્ષ શોધના ક્ષેત્રમાં આપણે ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. આ બેવડી પ્રસન્નતાની વાત છે કે રૉકેટ પ્રક્ષેપણોનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું સ્થળ તેમના પિતૃક જિલ્લા નેલ્લોરમાં છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે યૂરોપીય લોકો સાથે હજારો વર્ષ પહેલા ભારતના લોકોનું શૂન્ય જ્ઞાન હતું. તેમણે કહ્યું કે થૂમ્બા ઇક્વેટોરિયલ રૉકેટ લોન્ચ સ્ટેશન (ટીઆએલએસ) દ્વારા 1963માં રૉકેટ લોન્ચ અને 1975માં પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોંચ કરાયા બાદથી ભારતે લાંબી છલાંગ લગાવી છે અને ભારત આજે પ્રોફેસર વિક્રમ સારાભાઈ, પ્રોફેસર સતીષ ધવન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ જેવા દૂરદર્શી લોકોના નેતૃત્વમાં અંતરિક્ષના ક્ષેત્રમાં અગ્રણી દેશ બની ગયો છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક જ પ્રયાસમાં 104 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કરવા અને 3,136 કિલો ગ્રામનો સૌથી ભારે ભારતીય ઉપગ્રહ જીસેટ-19 આ વર્ષે કક્ષામાં સ્થાપિત કરવાની સાથે ભારતના અંતરિક્ષ વૈજ્ઞાનિકો અને પ્રૌદ્યોગિકી વિશેષજ્ઞોને ન માત્ર ભારતને ગૌરવાન્વિત કર્યા છે, પરંતુ વિશ્વને ભારતની ઉપલબ્ધિઓ પ્રત્યે આકર્ષિત પણ કર્યું છે. આ માત્ર પ્રૌદ્યોગિકી પ્રગતિનો પ્રશ્ન નથી, પરંતુ ઓછા ખર્ચમાં સફળતાપૂર્વક એક પછી એક ઉપગ્રહ મોકલવા પ્રત્યેક ભારતીયો માટે ગૌરવની વાત છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઉપગ્રહ લોન્ચ કરવાનું આ કેન્દ્ર વિશ્વનું વ્યસ્ત કેન્દ્ર છે અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાની સાથે વિશ્વની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું કે ઈસરોની દરેક ગતિવિધિઓનું કેન્દ્ર સમાજ છે. ઈસરો વિશ્વની સર્વાધિક નામના પ્રાપ્ત અને અગ્રણી અંતરિક્ષ એજન્સી છે અને યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્રોત છે.

ઉપરાષ્ટ્રપતિએ શ્રી હરિકોટા હાઈ અલ્ટીટ્યુડ રેન્જમાં વિહિકલ એસેમ્બલી યૂનિટની મુલાકાત પણ લીધી હતી.

NP/J.Khunt/GP                              


(Release ID: 1504841) Visitor Counter : 261


Read this release in: English