મંત્રીમંડળ

ભારત અને લિથુઆનિયા વચ્ચે પ્રત્યાર્પણ અંગેની સમજૂતિને કેબિનેટની બહાલી

Posted On: 04 OCT 2017 2:11PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04 ઓક્ટોબર, 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટે ભારત અને લિથુઆનિયા વચ્ચે પ્રત્યાર્પણ અંગેની સમજૂતિ પર હસ્તાક્ષર અને બહાલીને મંજુરી આપી છે.

આ સમજૂતિ (સંધિ)ને પરિણામે આતંકવાદીઓ, આર્થિક ગુનેગારો તથા અન્ય પ્રકારના ગુના આચરનારા લોકોને લિથુઆનિયાથી લાવવાની તથા ત્યાં લઈ જવાની પ્રક્રિયા સરળ બનશે.

 આ સંધિને પરિણામે આતંકવાદીઓ સહિતના ભાગેડુ ગુનેગારો કે જેમણે ભારત વિરૂધ્ધ ગુનાખોરી આચરી હોય તેને પરત લાવી શકાશે. આને કારણે ગુનાગારોને ન્યાયતંત્ર સમક્ષ ખડા કરી શકાશે અને એ દ્વારા જાહેર જનતા માટે શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકાશે. 

 

NP/J.Khunt/GP                                                      



(Release ID: 1504775) Visitor Counter : 113


Read this release in: English