મંત્રીમંડળ

ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે રેલવે ક્ષેત્રે ટેકનિકલ સહયોગ અંગે કેબિનનેટને માહિતગાર કરાઈ

Posted On: 04 OCT 2017 2:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટને ભારત સરકારના રેલવે મંત્રાલય અને સ્વિસ ફેડરેશનના ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ, ટ્રાન્સપોર્ટ, એનર્જી એન્ડ કોમ્યુનિકેશન વચ્ચે રેલવે ક્ષેત્રે ટેકનિકલ સહયોગ અંગે કરાયેલા સમજુતિ કરાર વિશે માહિતી આપવામાં આવી હતી. આ સમજૂતિ કરાર પર તા. 31 ઓગસ્ટ 2017ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

આ સમજૂતિ કરારને કારણે નીચે દર્શાવેલાં ક્ષેત્રોમાં ટેકનિકલ સહયોગ પ્રાપ્ત થશે.

  1. ટ્રેકશન રોલીંગ સ્ટોક,
  2. ઈએમયુ અને ટ્રેઈન સેટસ
  3. ટ્રેકશન પોપલ્ઝન ઈક્વિપમેન્ટસ
  4. ફ્રેઈટ અને પેસેન્જર કાર્સ
  5. ટીલ્ટીંગ ટ્રેઈન્સ
  6. રેલવે ઈલેક્ટ્રીફિકેશન ઈક્વિપમેન્ટસ
  7. ટ્રેઈનના કાર્યક્રમ અને સંચાલનમાં સહયોગ
  8. રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ
  9. મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ
  10. ટનલીંગ ટેકનોલોજી

 

પશ્ચાદભૂમિકા :

ભારત સરકારના રેલવે મંત્રાલયે વિવિધ વિદેશી સરકારો અને નેશનલ રેલવેઝ સાથે રેલવે ક્ષેત્રે ટેકનિકલ સહયોગ માટે કરાર કર્યા છે. આ સમજૂતિ હેઠળ જે ક્ષેત્રોમાં કામગીરી હાથ ધરાવાની સંભાવના છે, તેમાં હાઈ સ્પીડ કોરિડર્સ, વર્તમાન રૂટમાં ઝડપ વધારવી, વિશ્વ સ્તરનાં સ્ટેશનોનું નિર્માણ કરવું. જંગી ચીજોના સંચાલનની કામગીરી હાથ ધરવી, તથા રેલવેની માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ સહયોગમાં રેલવે તંત્રમાં ટેકનોલોજી ક્ષેત્રે વિવિધ ગતિવિધીઓ અંગે માહિતીના આદાન પ્રદાન, સંચાલન, જ્ઞાનના આદાન પ્રદાન, ટેકનિકલ મુલાકાતો, તાલિમ અને પરિસંવાદો તથા પરસ્પરનાં હિત સંકળાયેલાં હોય તેવા વિષયો અંગે વાર્તાલાપોનો સમાવેશ થાય છે.

 

આ સમજૂતિના કરારથી ભારતીય રેલવેને રેલવે ક્ષેત્રે પ્રવર્તમાન આધુનિક ગતિવિધીઓ અંગે પરામર્શ તથા જ્ઞાનના આદાન પ્રદાનની તક હાંસલ થશે. આ સમજૂતિ કરારને કારણે ટેકનિકલ નિષ્ણાતો, અહેવાલો અને ટેકનિકલ દસ્તાવેજો, તાલિમ અને ચોકકસ ટેકનોલોજીના ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરીને સેમિનાર /વર્કશોપના આયોજન તથા અન્ય પરામર્શ તેમજ જ્ઞાનના આદાન પ્રદાનનો માર્ગ મોકળો થશે.

 

NP/J.Khunt/GP



(Release ID: 1504770) Visitor Counter : 103


Read this release in: English