પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય
પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશનની તૃતીય વર્ષગાંઠના અવસર પર અર્પણ કરાનારા મીડિયા પુરસ્કારો માટે અરજીઓ આમંત્રિત કરી
Posted On:
21 SEP 2017 4:33PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર 2017
પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મીડિયા પુરસ્કાર માટે પ્રસ્તાવો મોકલવા માટે મીડિયા સંગઠનો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ પુરસ્કાર 2 ઓક્ટોબર, 2017ના રોજ સ્વચ્છ ભારત મિશનની તૃતિય વર્ષગાંઠના અવસર પર અર્પણ કરાશે. આ પુરસ્કારનો ઉદ્દેશ 2 ઓક્ટોબર, 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆતથી અત્યાર સુધી ખાસ પગલા ઉઠાવીને જાગૃતિ ફેલાવી સ્વચ્છતાને જન આંદોલન બનાવવામાં યોગદાન આપવા બદલ મીડિયા સંગઠનોનું સમ્માન કરવાનો છે. મહેરબાની કરીને નામ, માધ્યમ (પ્રિન્ટ, ટેલિવિઝન, રેડિયો વગેરે) દર્શકો / વાચકો સહિત પોતાના સંગઠન વિશે વિસ્તૃત જાણકારી સહિત નીચેના પ્રશ્નોના જવાબ આપો.
કૃપયા ‘સ્વચ્છ ભારત મીડિયા પુરસ્કારો માટે પ્રસ્તાવ’ વિષયની સાથે પોતાની અરજીઓ gpsingh@washinstitute.org પર અને તેની એક કોપી anisha.pmcmdws[at]gmail[dot]com પર મોકલવી. અરજીઓ જમા કરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર, 2017 છે.
1) સ્વચ્છ ભારત મિશન, તેની વિશેષતા અને પડકારોની બાબતમાં તમે શું જાણો ? 250 શબ્દોમાં એ વિશે જણાવો.
2) શું રાષ્ટ્રીય અને ક્ષેત્રિય સ્તરની સ્વચ્છતા સાથે જોડાયેલ મુદ્દાને આવરી લેવા માટે તમારા કોઈ બીટ પત્રકાર / સમર્પિત ટીમ છે? કૃપયા બંને સ્તરો પર સમર્પિત આ ટીમના કર્મચારી સભ્યોની સંખ્યાનો ઉલ્લેખ કરો.
3) શું સ્વચ્છતા મિશનમાં નાગરિકોને સમાવેશ કરવા માટે કોઈ ખાસ મીડિયા અભિયાન/કાર્યક્રમ કર્યા છે ? કૃપયા એ ખાસ પહેલોની અસરો સહિત વધુમાં વધુ 300 શબ્દોમાં વર્ણન કરો.
4) શું તમે એક વર્ષમાં સ્વચ્છતાને સમર્પિત કોઈ ખાસ લેખ / કાર્યક્રમ કર્યો છે. કૃપયા તેનું વધુમાં વધુ 300 શબ્દોમાં વર્ણન કરો.
5) તમારા સંગઠનને એક વર્ષમાં સ્વચ્છ ભારત મિશનના સંદેશાને ફેલાવવા માટે કેટલા સમાચાર આપ્યા ? કૃપયા દસ શ્રેષ્ઠ ઉદાહરણ આપો.
આ ઉપરાંત, આપણા દેશમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવા માટે અન્ય કોઈ ખાસ પગલા લીધા છે. (વધુમાં વધુ 300 શબ્દ)
પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય એક જ્યુરીની રચના કરશે જે વિજેતાઓની પસંદગી કરવા માટે અરજીઓનું મૂલ્યાંકન કરશે. જ્યુરીનો નિર્ણય અંતિમ અને યોગ્ય રહેશે.
NP/JK/GP
(Release ID: 1503632)