મંત્રીમંડળ

ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રેસ (જીઆઈપી)ના રેશનલાઇઝેશન/જોડાણને અને તેના આધુનિકીકરણને કેબિનેટની મંજૂરી

Posted On: 20 SEP 2017 5:35PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટે 17 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રેસ (જીઆઇપી)/ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રેસ (જીઆઇપી)ના પાંચ એકમોના રેશનલાઇઝેશન/જોડાણ અને તેના આધુનિકરણને મંજૂરી આપી હતી જેમાં રાષ્ટ્રપતિ ભવન, મિન્ટો રોડ અને માયાપુરી, નવી દિલ્હી; નાસિક, મહારાષ્ટ્ર અને ટેમ્પલ સ્ટ્રીટ, કોલકાતા, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

આ પાંચ પ્રેસોને તેની વધારાની જગ્યા નાબૂદ કરીને તેનો પુનઃવિકાસ કરી આધુનિક બનાવાશે.  અન્ય પ્રેસો સાથે તેનું જોડાણ કરીને 468.08 એકર જેટલી જમીન, શહેરી વિકાસ મંત્રાલય હેઠળની જમીન અને વિકાસ કચેરીને આપવામાં આવશે. આ ઉપરાંત ચંદીગઢ, ભૂવનેશ્વર અને મૈસુર ખાતેના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ટેક્સ્ટ બુક પ્રેસો (GITBPS)ની અંદાજે 56.67 એકર જેટલી જમીન જે તે સંબંધિત રાજ્ય સરકારોને પરત આપી દેવામાં આવશે.

આ પ્રેસોના આધુનિકીકરણથી તેઓ હવે સમગ્ર દેશની કેન્દ્ર સરકારની કચેરીઓના અત્યંત મહત્વના ગુપ્ત, તાકીદના અને મલ્ટિ કલર પ્રિન્ટિંગ કાર્યો હાથ ધરવા માટે સક્ષમ બનશે.

આ કાર્યથી સરકારી તિજોરી પર કોઈ આર્થિક અસર પડશે નહીં અને કોઈ છટણી થશે નહીં.

 

NP/JK/GP                                                                             



(Release ID: 1503473) Visitor Counter : 199


Read this release in: English