મંત્રીમંડળ

રેલવેમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સુધારવા માટે ઇન્ક્રિમેન્ટ તરીકે કેબિનેટે દશેરા/પૂજાના તહેવાર અગાઉ રેલવેના કર્મચારીઓના પગાર માટે પ્રોડક્ટિવિટી લિંક બોનસને મંજૂર કર્યું

Posted On: 20 SEP 2017 4:56PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટે 2016-17ના નાણાંકીય વર્ષ માટે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ કર્મચારી સિવાય) માટે 78 દિવસના પગાર સમાન પ્રોડક્ટિવિટી લિંક બોનસ (પીએલબી)ને મંજૂરી આપી દીધી હતી. આ નિર્ણયથી દેશના અંદાજે 12.30 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને લાભ મળશે. આ પેમેન્ટ દશેરા/પૂજાની રજાઓ અગાઉ થઈ જશે જેને કારણે તહેવારની આ મોસમ અગાઉ લાખો પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી જશે.

પીએલબીના આ પેમેન્ટને એક ઇન્ક્રિમેન્ટ તરીકે જોવાશે અને તેને પરિણામે રેલવેના જંગી સંખ્યાના કર્મચારીઓ પ્રોત્સાહિત થશે અને તેમાંય ખાસ તો એવા કર્મચારીઓને લાભ મળશે જેઓ કાર્યના અમલ અને તેની બજવણી સાથે સંકળાયેલા છે. તેનાથી કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારો થશે અને તેમને સુરક્ષાની ખાતરી મળશે તો સાથે સાથે રેલવેની સેવાનો લાભ લેનારાઓને ઝડપી અને સરળ સેવા પ્રાપ્ત થશે. ભારતીય રેલવે પ્રજાના મહત્તમ કલ્યાણના સિદ્ધાંત સાથે ચલાવવામાં આવે છે અને આ રીતે આ બોનસ પેમેન્ટ રેલવેની કામગીરીમાં જવાબદારી અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદરૂપ થશે.

રેલવે કર્મચારીઓને 78 દિવસના પીએલબી પેમેન્ટથી અંદાજે 2245.45 કરોડ રૂપિયાનો આર્થિક બોજો આવશે. પીએલબી પેમેન્ટ માટે ભથ્થાની ગણતરી પ્રતિમાસ 7000 રૂપિયા લેખે ગણવામાં આવી છે. 78 દિવસના પેમેન્ટ માટે લાયકાત ધરાવતા કર્મચારીને મહત્તમ રકમ પ્રતિમાસ 17,951 રૂપિયાની રહેશે.

 

NP/JK/GP                                                                     



(Release ID: 1503446) Visitor Counter : 89


Read this release in: English