પ્રધાનમંત્રીનું કાર્યાલય

જાપાનના પ્રધાનમંત્રીની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા અખબારી નિવેદન (14 સપ્ટેમ્બર, 2017)

Posted On: 14 SEP 2017 4:25PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર 2017

મહામહીમ પ્રધાનમંત્રી શિન્ઝો આબે, નામાંકિત મહાનુભાવો

મીડિયાના પ્રતિનિધિઓ

કોન્નીચિવા (ગુડ આફ્ટરનૂન /નમસ્કાર)

મને પ્રસન્નતા છે કે મારા અન્ય મિત્ર, પ્રધાનમંત્રી શિન્ઝો આબેનું ભારતમાં, અને ખાસ કરીને ગુજરાતમાં, સ્વાગત કરવાની તક મને મળી છે. પ્રધાનમંત્રી આબે અને હું ઘણીવાર આંતરરાષ્ટ્રીય સંમેલનો દરમિયાન મળ્યા છીએ. પરંતુ ભારતમાં તેમનું સ્વાગત કરવું મારા માટે વિશેષરૂપથી હર્ષનો વિષય છે. ગઈકાલે સાંજે મને તેમની સાથે સાબરમતી આશ્રમ જવાનો અવસર મળ્યો. આજે અમે બંને દાંડી કુટીર પણ ગયા. આજે સવારે અમે બંને મળીને જાપાનના સહયોગથી બનાવાઈ રહેલી મુંબઈ – અમદાવાદ હાઈ સ્પીડ રેલવે યોજનાનું ભૂમિપૂજન કર્યું. આ એક ઘણું મોટું પગલું છે. આ માત્ર હાઈ સ્પીડ રેલની શરૂઆત નથી. ભવિષ્યમાં આપણી આવશ્યકતાઓને જોતા હું આ નવી રેલવે ફિલોસોફિને નવા ભારતના નિર્માણની જીવન રેખા માનું છું. ભારતની અબાધ પ્રગતિનો સંપર્ક હવે વધુ ઝડપ સાથે જોડાઈ ગયો છે.

મિત્રો

પરસ્પર વિશ્વાસ અને ભરોસો, એક બીજાના હિતો અને ચિંતાઓને સમજી, અને ઉચ્ચ સ્તરીય સતત સંપર્ક, એ ભારત જાપાનના સબંધોની ખાસિયત છે. અમારી વિષેશ નીતિઓ અને ગ્લોબલ પાર્ટનરશીપના વર્તુળમાં માત્ર દ્વિપક્ષીય અથવા ક્ષેત્રીય સ્તર સુધી સીમિત નથી. વૈશ્વિક મુદ્દા પર પણ અમારા સહયોગ ઘનિષ્ઠ છે. ગત વર્ષે મારી જાપાન યાત્રાના સમયે અમે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ પ્રયોગ માટે એક ઐતિહાસિક સમજૂતી કરી હતી. એના રેટિફિકેશન માટે મે જાપાનના જનમાનસ, જાપાનની સંસદ અને ખાસ કરીને પ્રધાનમંત્રી આબેનો હૃદયથી આભાર માનું છું. ક્લીન એનર્જી અને ક્લાઈમેટ ચેન્જના વિષય પર અમે સહયોગ માટે આ સમજૂતીનો નવો અધ્યાય જોડ્યો છે.

મિત્રો

2016-17માં ભારતમાં જાપાનથી 4.7 મિલિયન ડોલરનું રોકાણ થયું છે, જે પાછલા વર્ષની તુલાનામાં 90 ટકા વધુ છે. હવે જાપાન ભારતમાં ત્રીજો મોટો રોકાણકાર દેશ છે. એ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતના આર્થિક વિકાસ અને આવતી કાલ પ્રત્યે જાપાનમાં કેટલા વિશ્વાસ અને આશાવાદનું વાતાવરણ છે અને આ રોકાણને જોતા એ અનુમાન લગાવી શકાય છે કે આવનારા સમયમાં ભારત અને જાપાનની વચ્ચે વધતા વ્યાપારની સાથે સાથે લોકો સાથેનો સંબંધ પણ વધશે. અમે જાપાનના નાગરિકો માટે વિઝા ઓન એરાઈવલની સુવિધા તો પહેલાથી જ આપી રાખી છે. હવે અમે ઈન્ડિયા પોસ્ટ અને જાપાન પોસ્ટના સહયોગથી એક કુલ બોક્ષ સર્વિસ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી ભારતમાં રહેતા જાપાની લોકો સીધું જાપાનથી પોતાની પંસદગીનું ભોજન મગાવી શકે. સાથે જ મારા જાપાની વેપાર સમુદાયને એ પણ અનરોધ છે કે ભારતમાં વધુમાં વધુ જાપાની રેસ્ટોરન્ટ ખોલે ! આજે ભારતમાં કેટલાય સ્તરો પર ધડમૂળથી પરિવર્તનો થઈ રહ્યા છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ હોય કે સ્કીલ ઈન્ડિયા, ટેક્ષેશન રીફોર્મ હોય કે મેક ઈન ઈન્ડિયા, ભારત પૂર્ણ રીતે ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે. જાપાનના વેપાર માટે આ ખૂબ મોટો અવસર છે. અને મને પ્રસન્નતા છે કે જાપાનની કેટલીક કંપનીઓ આપણા રાષ્ટ્રીય ફ્લેગશીપ કાર્યક્રમો સાથે ગાઢ રીતે જોડાઈ રહી છે. આજે સાંજે બંને દેશોના વેપારી વડાઓની સાથે અમારી વાતચીત અને કાર્યક્રમોમાં આપણને આના પ્રત્યક્ષ લાભો પણ જોવા મળશે. જાપાનની ઓફિશ્યલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટમાં અમે સૌથી મોટા પાર્ટનગર છીએ, અને વિવિધ સેક્ટર્સના પ્રોજેક્ટ માટે આજે સમજૂતીનું હું હાર્દિક સ્વાગત કરું છું.

મિત્રો,

મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણી વાતચીત અને આજે કરાયેલા કરારો ભારત અને જાપાનની ભાગીદારી દરેક ક્ષેત્રોને વધુ મજબૂત કરશે. આજ શબ્દોની સાથે હું ફરી એકવાર પ્રધાનમંત્રી આબે અને તેની સાથે આવેલા ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.

ઈજ્યો દે ગોજાઈમસ (ધેટ્સ ઓલ ફોર નાઉ)

અરિગતૌ ગોજાઈમસ (થેન્ક યૂ)

થેન્ક યૂ વેરી મચ.

 

NP/JK/GP                                     



(Release ID: 1502839) Visitor Counter : 123


Read this release in: English