આયુષ

આયુષ મંત્રાલયના ખાસ સચિવે ઓન લાઈન લેખન પ્રતિયોગિતાના વિજેતાઓને પુરસ્કાર આપ્યા

Posted On: 13 SEP 2017 5:19PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર 2017

 

આયુષ મંત્રાલયના ખાસ સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આયુર્વેદ, યુનાની તથા હોમિયોપેથીના માધ્યમથી ડાયાબિટીસની બિમારીને રોકવા અને વ્યવસ્થા પર ઑનલાઈન લેખન પ્રતિયોગિતાના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કર્યા. આ પ્રતિયોગિતા આયુષ મંત્રાલયના ફેસબુક તથા ટ્વિટર પેજ જેવા ડિજિટલ મંચ પર આયોજિત કરાઈ હતી. શ્રી કોટેચાએ વિજેતાઓને શુભેચ્છા આપતા કહ્યું કે આ રીતની ગતિવિધિઓથી મંત્રાલયને એ લોકો સુધી પહોંચવામાં મદદ મળશે કે જેમણે વૈકલ્પિક ચિકિત્સાના ક્ષેત્રમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તેમણે કહ્યું કે આયુષ મંત્રાલય, આયુષ ચિકિત્સા પદ્ધતિમાં કોઈપણ વિચાર અને સુચનોનું સ્વાગત કરે છે. તેમણે મંત્રાલય તરફથી દરેક પ્રકારની સહાયતાનું આશ્વાસન આપ્યું.

ડાયાબિટીશને રોકવા અને તેની વ્યવસ્થાની બાબતમાં લોકોને જાગૃત કરવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ, હોમિયોપેથી તથા યૂનાની ચિકિત્સા પ્રણાલીના માધ્યમથી બિમારીને રોકવા અને તેની વ્યવસ્થા પર વિવિધ લેખન પ્રતિયોગીતાઓનું આયોજન કરાયું હતું. આ પ્રતિયોગિતામાં પ્રથમ પુરસ્કાર 20,000 રૂપિયા, દ્વિતીય પુરસ્કાર 15,000 રૂપિયા, તૃતિય પુરસ્કાર 10,000 રૂપિયા અને પાંચ – પાંચ હજારના બે આશ્વાસન પુરસ્કાર છે. લેખનનો વિષય હતો, આધુનિક જીવન શૈલીના સંદર્ભમાં આયુર્વેદના માધ્યમથી ડાયાબિટીશનું મેનેજમેન્ટ અને સારવાર, યુનાની ચિકિત્સા પદ્ધતિથી ડાયાબિટીશનો ઉપચાર અને નિયંત્રણ તથા હોમિયોપેથીથી ડાયાબિટીશની દેખભાળ. પ્રત્યેક શ્રેણીમાં 250 એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી.

 

NP/JK/GP                                     



(Release ID: 1502730) Visitor Counter : 210


Read this release in: English