રાષ્ટ્રપતિ સચિવાલય
બેલારૂસની સાથે સંબંધો મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ : રાષ્ટ્રપતિ
Posted On:
13 SEP 2017 4:51PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર 2017
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ગઈકાલે (12 સપ્ટેમ્બર, 2017) બેલારૂસ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એલેકઝાન્ડર લુકાશેન્કોની રાષ્ટ્રપતિ ભવનમાં આગેવાની કરી. તેમણે રાષ્ટ્રપતિ શ્રી લુકાશેન્કોના માનમાં ભોજનનું આયોજન કર્યું.
બેલારૂસના રાષ્ટ્રપતિ લુકાશેન્કોનુ સ્વાગત કરતા રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે કહ્યું કે વર્તમાન સમયમાં તેમની ભારત યાત્રા ખાસ રીતે મહત્વપૂર્ણ છે, કેમકે વર્ષ 2017 ભારત અને બેલારૂસની વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાનું રજત જંયતી વર્ષ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને બેલારૂસની વચ્ચે પરસ્પર વ્યાપારમાં વિવિધતા લાવવા અનેક અવસરો ઉપસ્થિત છે. ભારત, બેલારૂસની સાથે વ્યાપાર અને રોકાણની ભાગીદારીને મજબૂત બનાવવા ઈચ્છુક છે. તેમણે કહ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમ બંને દેશોની કંપનીઓને રક્ષણના ક્ષેત્રમાં સહયોગ માટે અવસર પ્રદાન કરે છે. બેલારૂસ પોટાશનો ખૂબ મોટો સ્રોત છે અને ભારત આ ક્ષેત્રમાં તેમની સાથે ભાગીદારી માટે આશાવાદ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર, પરમાણુ આપૂર્તિકર્તાઓનો સમૂહ અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય જેવા વિવિધ બહુપક્ષી મંચો પર બેલારૂસના સમર્થન માટે તેમનો આભાર માને છે. ભારત, બેલારૂસની સાથે સંબંધને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
રાષ્ટ્રપતિ લુકાશેન્કોના માનમાં રખાયેલ ભોજનના અવસર પર પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે કહ્યું કે અત્યાર સુધી આપણી પરસ્પર ભાગીદારી સૌહાર્દ અને મૈત્રીથી પરિપૂર્ણ રહી છે, ભવિષ્યમાં પણ આપણા સંબંધોમાં આવી જ સંભાવનાઓ બની રહેશે તેવી આશા છે. પરસ્પર વૈશ્વિક વિઝન રાખનારા ભારત અને બેલારૂસ, બંને દેશો એકબીજાની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા અને સમસ્ત રાષ્ટ્રોની એકતાનું સમ્માન કરે છે. અમે બંને વિશ્વમાં શાંતિ અને સ્થાયિત્વના સમર્થક છીએ અને વિવાદો તથા સંઘર્ષોનું શાંતિપૂર્વક સમાધાન ઈચ્છીએ છીએ. બંને દેશ આતંકવાદના દરેક સ્વરૂપો અને તેના પ્રદર્શનોની કડક શબ્દોમાં નિંદા કરે છે.
NP/JK/GP
(Release ID: 1502719)
Visitor Counter : 151