ગૃહ મંત્રાલય
હિન્દી દિવસના ઉપલક્ષ્યમાં આવતી કાલે રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રદાન કરશે
Posted On:
13 SEP 2017 4:43PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર 2017
રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર, 2017 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં હિન્દી દિવસ સમારોહનું આયોજન કરાઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દ સમારોહના મુખ્ય અતિથિ હશે તથા તેના કર-કમલોથી દેશભરમાં સ્થિત વિવિધ મંત્રાલયો / વિભાગો / કાર્યાલયોના પ્રમુખોને રાજભાષા કાર્યાન્વયનમાં ઉત્કૃષ્ટ કાર્ય હેતુ પુરસ્કૃત કરાશે. પુરસ્કાર વિજેતાઓને શીલ્ડ તથા પ્રમાણપત્ર પણ અર્પણ કરાશે. હિન્દી દિવસ પર આયોજિત થનારા આ કાર્યક્રમની અધ્યક્ષતા ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ કરશે અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હંસરાજ ગંગારામ આહીર તથા શ્રી કિરેન રીજીજૂ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ અવસર પર ભારત સરકાર વિવિધ મંત્રાલયો/વિભાગો/ઉપક્રમો વગેરેના મંત્રી, સંસદ સભ્ય તથા વરિષ્ઠ અધિકારીઓને આમંત્રિત કરાયા છે.
આ અવસર પર રાજભાષા વિભાગ દ્વારા સી-ડૈકના સહયોગથી તૈયાર કરાયેલા લર્નિંગ ઇન્ડિયન લૈંગ્વેજ વિથ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (લીલા)ની મોબાઈલ એપનું લોકાર્પણ કરાશે. આ એપથી દેશભરમાં વિવિધ ભાષાના માધ્યમથી જન સામાન્યને હિન્દી શીખવાની સગવડ અને સરળતા થશે તથા હિન્દી ભાષાને સમજવા, શીખવા તથા તેમાં કાર્ય કરવાનું સંભવ થઈ શકશે.
હિંદી ભાષાને દેશવ્યાપી પ્રસાર અને સ્વીકાર્યતાને જોતા 14 સપ્ટેમ્બર, 1949ના રોજ તેને સંઘની રાજભાષાનો દરજ્જો અપાયો હતો. આ દિવસની સ્મૃતિમાં પ્રતિવર્ષ 14 સપ્ટેમ્બરના રોજ હિંદી દિવસના રૂપમાં ઉજવાય છે તથા વિવિધ મંત્રાલયો/વિભાગો દ્વારા રાજભાષા હિંદીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, હિંદી સપ્તાહ/પખવાડિયું/માસનું આયોજન કરાય છે. આ ક્રમમાં રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય પ્રત્યેક વર્ષ હિંદી દિવસ સમારોહનું આયોજન કરે છે. જેમાં વર્ષ દરમિયાન રાજભાષા હિંદીમાં ઉત્કૃષ્ટ કાર્ય હેતુ રાજભાષા ગૌરવ અને રાજભાષા કીર્તિ પુરસ્કાર અંતર્ગત વિવિધ વર્ગોમાં પુરસ્કાર અપાય છે.
આ કાર્યક્રમ વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં સવારે 11.00 કલાક થી બપોરે 12.30 કલાક સુધી ચાલશે. દૂરદર્શન તથા કેટલીક અન્ય ચેનલો તેમજ વેબ પર આનું સીધુ પ્રસારણ પર કરાશે.
NP/JK/GP
(Release ID: 1502715)
Visitor Counter : 240