સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

સરકાર દિવ્યાંગજનોના કલ્યાણ માટે સંકલ્પબદ્ધ : શ્રી થાવરચંદ ગેહલોત

દિવ્યાંગજનોના વાલીઓ અને પરિવારજનોની કાઉન્સિલિંગ ખૂબ મહત્વપૂર્ણ : શ્રીમતી સ્મૃતિ ઈરાની

બૌદ્ધિક વિકાસની દ્રષ્ટિથી અશક્ત લોકોના જીવનમાં પરિવર્તન માટે સમાવેશી ભારત પહેલ – 2017 આયોજિત

Posted On: 12 SEP 2017 5:42PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર 2017

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતે કહ્યું કે સરકાર દિવ્યાંગજનોના કલ્યાણ માટે સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું કે પાછલા ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે અનેક પગલા લેવાયા છે. તેમણે કહ્યું કે બૌદ્ધિક વિકાસની દ્રષ્ટિથી અશક્ત લોકોને સમાજની મુખ્યધારામાં સામેલ કરવું આવશ્યક છે અને ઉંચા સંકલ્પની સાથે આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. શ્રી ગેહલોત ઓટિઝ્મ, સેરેબ્રલ પાલસી, મંદબુદ્ધિ અને અનેક અશક્તતાઓ સાથે લડી રહેલા લોકોના કલ્યાણ માટે બનેલા નેશનલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમાવેશી ભારત પહેલ – 2017ને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે સરકારની કલ્યાણ યોજનાઓને વધુમાં વધુ દિવ્યાંગજનો સુધી પહોંચડવા માટે દિવ્યાંગજનોની શ્રેણી 7 થી વધી 21 કરી દેવાઈ છે. પહેલીવખત દિવ્યાંગજનો માટે મૈટ્રિક પૂર્વ, મૈટ્રિક પછી અને વિદેશી છાત્રવૃત્તિ શરૂ કરાઈ છે. દિવ્યાંગજનોને સરકારી નોકરીઓમાં 4 ટકા અનામત અને ઉચ્ચ શિક્ષણમાં 5 ટકા અનામતની જોગવાઈ કરાઈ છે. તેમણે નેશનલ ટ્રસ્ટના પ્રયાસોની પ્રશંસા કરી છે.

 

http://pibphoto.nic.in/documents/rlink/2017/sep/i201791204.jpg http://pibphoto.nic.in/documents/rlink/2017/sep/i201791206.jpg

 

http://pibphoto.nic.in/documents/rlink/2017/sep/i201791207.jpg

માહિતી અને પ્રસારણ તથા કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દિવ્યાંગજનોને માતા-પિતા અને પરિવારજનોની કાઉન્સિલિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની બાબતમાં જાણકારી પ્રાપ્ત કરવા દિવ્યાંગજનો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. એના માટે સમાવેશી સૂચના જરૂરી છે. તેમણે કહ્યું કે દિવ્યાંગજનો માટે કલ્યાણકારી ઉપાયોની બાબતમાં ગ્રામીણ ક્ષેત્રો સહિત દેશની શિક્ષણ સંસ્થાઓને સંવેદનશીલ બનાવવી જોઈએ. તેમણે કહ્યું કે દિવ્યાંગજનો માટે કેરિયર કાઉન્સિલિંગને મહત્વ અપાવું જોઈએ. તેમણે કહ્યું કે આના માટે પ્રધાનમંત્રીની મુદ્રા યોજનાનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે દિવ્યાંગજનો સાથે સંબંધિત યોજનાઓને પ્રચારિત કરવા માટે દૂરદર્શન અને આકાશવાણી સહિત સૂચના અને પ્રસારણ મંત્રાલયના સહયોગનું આશ્વાસન આપ્યું.

સમારોહમાં રાજ્ય સભા સાંસદ શ્રી વિનય સહસ્રબુદ્ધે, નેશનલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કમલેશકુમાર પાંડેય અને નેશનલ ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી મુકેશ જૈન ઉપસ્થિત હતા. આ સંમેલનમાં સુગમ્ય ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી વિવેક ઓબેરોય, ધી પ્રિન્ટના અધ્યક્ષ અને મુખ્ય સંપાદક શ્રી શેખર ગુપ્તા, સંયુક્ત રાષ્ટ્રના રેસિડન્ટ કો-ઓર્ડિનેટર અને યુએનડીપીના સ્થાનિક પ્રતિનિધિ શ્રી યૂરી અફનાસિવ, 2016ની પૈરા ઓલમ્પિક ચેમ્પિયન શ્રીમતી દીપા મલિક, ભારતીય દ્રષ્ટિહિન ક્રિકેટ ટીમના શ્રી શેખર નાયક, લેમન ટ્રી હોટલના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક શ્રી પટ્ટૂ કેસવાની, નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના નિદેશક શ્રી વિપિનકુમાર, 2014ના યુપીએસસીની દિવ્યાંગ ટૉપર સુશ્રી ઈરા સિંઘલ તથા ફિલ્મ નિર્માતા અને શાયર શ્રી મુઝફ્ફર અલી પણ સામેલ થયા.

 

NP/JK/GP                             



(Release ID: 1502564) Visitor Counter : 230


Read this release in: English