ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

સંસ્કૃતિ, મૂલ્યો અને ભારતીયતાના મૂળ તરફ પાછા ફરો : ઉપરાષ્ટ્રપતિ કુંભ મેળા પર આધારિત ફિલ્મ ‘કુંભ’ પ્રદર્શિત

Posted On: 11 SEP 2017 5:02PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2017

 

ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે દેશના લોકો ખાસ કરીને યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળ, મૂલ્યો અને ઈતિહાસની બાબતમાં સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ આજે ઈન્ડસ વિશ્વવિદ્યાલયમાં ઈન્ડિયા ઈન્સ્પાયર્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત કુંભ મેળા પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘કુંભ’ના પ્રદર્શન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના ઈતિહાસની બાબતમાં મોટા ભાગની જાણકારી વિદેશી લેખકોના દ્રષ્ટિકોણથી મોટાભાગના લોકોને પ્રાપ્ત થઈ. તેમણે કહ્યું કે કુંભ મેળો માહિતી આપે છે કે ભારત વિશ્વની આધ્યાત્મિક રાજધાની છે અને એક એવું આયોજન છે, જ્યાં લોકોનું આધ્યાત્મિક એકીકરણ થાય છે. તેમણે કહ્યું કે એ દુર્ભાગ્ય છે કે પાછલા કેટલાક વર્ષોમાં કુંભ મેળાને સકારાત્મક અને સ્પષ્ટ રીતે દર્શાવાયો નથી. શ્રી નાયડુએ કહ્યું કે કુંભ મેળાની શરૂઆત, ઈતિહાસ અને મહત્વની બાબતમાં ભારતીય દ્રષ્ટિકોણથી સમગ્ર જાણકારીની ખૂબ જરૂર છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કુંભ મેળામાં સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને તેઓ ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક વિરાસતનું પ્રતિક છે. તેમણે કહ્યું કે લાખો લોકો ભારત અને વિદેશથી પોતાના શુદ્ધીકરણ માટે કુંભ મેળામાં એકત્ર થાય છે. શ્રી નાયડૂએ કહ્યું કે કુંભ મેળો દુનિયાનું સૌથી મોટું આયોજન છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. એવું મનાય છે કે પવિત્ર જળમાં ડુબકી મારવાથી મસ્તિષ્ક અને શરીરનું શુદ્ધીકરણ થાય છે, જૂના પાપ ધોવાય છે તથા મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સંસ્કૃતિ અને ધર્મ સમાન નથી. ‘જ્યારે આપણે સંસ્કૃતિની વાત કરીએ છીએ, તે સમયે આપણે ધર્મની બાબતમાં ચર્ચા નથી કરી રહ્યા હોતા, સંસ્કૃતિ જીવનનો રસ્તો છે, જ્યારે ધર્મ એ આરાધનાનું માધ્યમ છે.’

ઉપરાષ્ટ્રપતિએ કુંભ મેળા પર ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ બનાવનારાઓની પ્રસંશા કરતા કહ્યું કે આ ફિલ્મ કુંભ મેળાની શરૂઆત અને સનાતન ધર્મના લોકોના પથ પ્રદર્શક બનવાની બાબતમાં જાણકારી આપે છે. તેમના દ્વારા આપણને ભારતની સાધુ સંત પરંપરાઓની બાબતમાં પણ જાણકારી મળે છે.

 

NP/JK/GP                                     



(Release ID: 1502354) Visitor Counter : 406


Read this release in: English