યુવા બાબતો અને રમત મંત્રાલય
હોકી કોચની નિયુક્તિ
Posted On:
08 SEP 2017 5:46PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર 2017
ભારતીય સ્પોર્ટસ ઓથોરિટી અને હોકી ઈન્ડિયાની સંયુક્ત સમિતિની બેઠકમાં 7 સપ્ટેમ્બર, 2017ના રોજ હૉકી સ્પોર્ટ ઓથોરિટીમાં થઈ હતી. આ બેઠકમાં દ્રોણાચાર્ય પુરસ્કાર વિજાતે હોકી કોચ શ્રી હરેન્દ્ર સિંહને ભારતીય મહિલા હૉકી ટીમ માટે કોચ નિયુક્ત કરાયા છે. આ નિર્ણય ભારતીય સ્પોર્ટ્સ ઓથોરીટી અને હૉકી ઈન્ડિયા દ્વારા સંયુક્તરૂપથી શ્રી હરેન્દ્રસિંહના કોચ તરીકેના પ્રદર્શનને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. તેમના કોચીંગ હેઠળ 2016માં લખનૌમાં જૂનિયર પુરુષ હોકી ટીમે વિશ્વ કપ જીત્યો હતો. તેઓ 2008 થી 2009 સુધી પુરૂષ હૉકી ટીમના મુખ્ય કોચ તથા 2009 થી 2010 સુધી રાષ્ટ્રીય કોચ પણ રહ્યા હતા. તેઓ પ્રમાણિત લેવલ-3 કોચ છે. શ્રી હરેન્દ્ર સિંહ વહેલી તકે પોતાની નવી જવાબદારી સંભાળી લેશે.
આ બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો કે ભારતીય મહિલા હૉકી ટીમના વર્તમાન મુખ્ય કોચ શ્રી વાર્લ્થરન નૉર્બર્સ મારિયા મૈરિજન પોતાની વર્તમાન યૂરોપ યાત્રા પરથી પાછા આવ્યા બાદ ભારતીય પુરૂષ હૉકી ટીમના મુખ્ય કોચના રૂપમાં પદભાર સંભાળશે. શ્રી મૈરિજને ભારતીય પુરૂષ હૉકી ટીમના મુખ્ય કોચના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે.
NP/JK/GP
(Release ID: 1502229)