ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રીની આવતીકાલથી જમ્મુ-કાશ્મીરની ચાર દિવસ યાત્રા પર

Posted On: 08 SEP 2017 5:44PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર 2017

 

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ આવતીકાલથી (9-12 સપ્ટેમ્બર, 2017) જમ્મુ-કાશ્મીરની ચાર દિવસની યાત્રા પર જઈ રહ્યા છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહસચિવ શ્રી રાજીવ ગોબા અને ગૃહ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારી પણ રહેશે.

જમ્મુ કાશ્મીરની પોતાની યાત્રા દરમિયાન તેઓ રાજ્યપાલ શ્રી એન. એન. વોહરા અને મુખ્યમંત્રી સુશ્રી મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરશે. તેઓ રાજ્યમાં પ્રધાનમંત્રીના વિકાસ પેકેજ અને સુરક્ષા સ્થિતિની સમીક્ષા પણ કરશે.

શ્રી રાજનાથ સિંહ શ્રીનગર અને જમ્મુમાં વિવિધ પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરશે.

તેઓ રાજ્યમાં જમ્મુ-કાશ્મીર પોલિસ, સીઆરપીએફ અને બીએસએફના જવાનો સાથે પણ મુલાકાત કરશે.

 

NP/JK/GP                                     


(Release ID: 1502226) Visitor Counter : 187
Read this release in: English