સંરક્ષણ મંત્રાલય

પૂર્વાવલોકન : યુદ્ધ અભ્યાસ 2017

Posted On: 07 SEP 2017 5:31PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર 2017

 

વર્તમાનમાં ચાલી રહેલા ભારત – અમેરીકા રક્ષા સહયોગ અંતર્ગત 14 થી 27 સપ્ટેમ્બર, 2017 સુધી અમેરીકામાં વૉશિંગ્ટનના જોઈન્ટ બેઝ લુઇસ મૈકૉર્ડમાં સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ – યુદ્ધ અભ્યાસ – 2017 આયોજિત થઈ રહ્યું છે. આ યુદ્ધ અભ્યાસ ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ અને રક્ષા સહયોગના પ્રયાસોનો સૌથી મોટો અભ્યાસ છે. આ બંને દેશોમાં વારાફરતી આયોજિત કરાનારા સંયુક્ત અભ્યાસની 13મી આવૃત્તિ છે.

આ યુદ્ધ અભ્યાસથી બંને દેશોની સેનાને બ્રિગેડ સ્તર પર સંયુક્ત યોજના બનાવી એકીકૃત રીતથી બટાલિયનના સ્તર પર પ્રશિક્ષણનો અવસર ઉપલબ્ધ થશે. એક બીજાના સંસ્થાગત માળખા અને યુદ્ધ પ્રક્રિયાઓને સમજવાના ઉદ્દેશ થી સંયુક્ત અભિયાન દરમિયાન ઘણી પરિસ્થિતિઓમાં અભ્યાસ કરાશે જેથી પરિણામ સ્વરૂપ ઉચ્ચ સ્તરની ભાગીદારી થશે. આનાથી વિશ્વની કોઈપણ અનપેક્ષિત આકસ્મિક ઘટનાનો સામનો કરવા માટે  બંને દેશોના સશસ્ત્ર દળો વચ્ચેના આંતર ઓપરેશનમાં સમાનતા વધશે. આ અભ્યાસ એકબીજાની યોજના તૈયાર કરવા અને કાર્યવાહી કરવાનો અનુભવમાંથી શીખવાનો પણ આદર્શ મંચ છે.

બંને સેનાઓને અલગ – અલગ રીતે જોખમોનો સામનો કરવા માટે સંયુક્તરૂપથી શ્રેષ્ઠ કાર્યવાહીની યોજના બનાવવા અને આના પર કાર્યવાહી કરવાનું પ્રશિક્ષણ અપાશે. અંતમાં બંને દેશો સંયુક્ત રાષ્ટ્ર અધિદેશ અંતર્ગત નિર્ધારિત સ્થળ પર સંયુક્ત અભ્યાસ કરશે. બંને દેશોના અકાદમિક અને સૈન્ય વિશેષજ્ઞ પણ પરસ્પર હિતના વિવિધ વિષયો પર એકબીજાના અનુભવોને જણાવી તેના પર ચર્ચા કરશે.



(Release ID: 1502090) Visitor Counter : 101


Read this release in: English