લઘુમતિ બાબતોનું મંત્રાલય

શ્રી મુખતાર અબ્બાસ નકવીએ મુંબઈમાં “નવું ભારત – અમે નિર્માણ કરીને રહીશું” પ્રદર્શન / સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 07 SEP 2017 5:28PM by PIB Ahmedabad

મુંબઈ, 7 સપ્ટેમ્બર 2017

કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે મુંબઈમાં કહ્યું હતું કે સહિષ્ણુતા ભારતના સંસ્કાર છે અને આને સુરક્ષિત રાખવું આપ“ણી બંધારણીય અને સાંસ્કૃતિક જવાબદારી છે.

મુંબઈમાં બાંદ્રા રેલવે સ્ટેશન પર સંસદીય કાર્ય મંત્રાલય તેમજ કન્ટેનર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રૂપથી આયોજિત “”“નવું ભારત – અમે નિર્માણ કરીને રહીશું પ્રદર્શન / સાંસ્કૃતિક કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન શ્રી નકવીએ કહ્યું કે કોઈપણ પ્રકારની હિંસા અને ઉદ્ધતાઈ ભારતની અનેકતામાં એકતાના સામાજિક સૌહાર્દના સંસ્કારની મજબૂતાઈને નુકસાન પહોંચાડવાની યોજના છે. એવી યોજનાને કોઈપણ પરિસ્થિતિમાં પરાસ્ત કરવી આપણી બંધારણીય જવાબદારી છે.

શ્રી નકવીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે નવા ભારતના નિર્માણનું આહ્વાન કર્યું છે તે સંકલ્પ પૂર્ણ કરવા માટે સમાજના દરેક વર્ગે એક સાથે કાર્ય કરવું પડશે.

શ્રી નકવીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દેશને ભ્રષ્ટાચાર, ગરીબી, ગંદકી, સાંપ્રદાયિકતા, આતંકવાદ અને જાતિવાદથી મુક્ત કરવા માટે દરેકને સંકલ્પ થી સિદ્ધિ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે 2022 સુધી નવું ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે.

શ્રી નકવીએ કહ્યું કે આ ઉદ્દેશને ધ્યાનમાં રાખતા સંસદીય કાર્ય મંત્રાલય દેશભરમાં 39 સ્થળો પર નવું ભારત – અમે નિર્માણ કરીને રહીશું પ્રદર્શન / સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નવા ભારત નિર્માણના સંકલ્પને પૂર્ણ કરવા માટે શરૂ કરાયેલા અભિયાનને પ્રોત્સાહન આપે છે.

નવું ભારત – અમે નિર્માણ કરીને રહીશું 1857 થી 1947 સુધી દેશના સ્વતંત્રતા આંદોલન પર કેન્દ્રિત છે, જેમાં બ્રિટિશ શાસન પાસેથી સ્વતંત્રતા હાંસલ કરવા માટે કરાયેલા વિવિધ આંદોલન - 1857નો પહેલો સ્વતંત્રતા સંગ્રામ, ચંપારણ સત્યાગ્રહ, અસહયોગ આંદોલન, દાંડી યાત્રા અને ભારત છોડો આંદોલન દર્શાવાશે. આ ઉપરાંત પ્રદર્શનમાં 1942 થી 1947 સુધી કેવી રીતે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન અંગ્રેજોના શાસનથી સ્વંતત્રતા હાંસલ કરવાની લડાઈમાં આખા દેશમાં પરિવર્તન આવ્યું હતું. પ્રદર્શન / કાર્યક્રમમાં તસ્વીરોના માધ્યમથી આઝાદી પહેલાના ભારતના સંઘર્ષ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નવા ભારતના સંકલ્પના દરેક પાસાઓને ઉજાગર કરાયા છે. આમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી પણ અપાઈ રહી છે.

NP/JK/GP                                     



(Release ID: 1502086) Visitor Counter : 162


Read this release in: English