વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશપ્રભુનો દેશના સ્ટાર્ટઅપ સમુદાય માટે સંદેશ

Posted On: 07 SEP 2017 5:25PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર 2017

 

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ દેશના સ્ટાર્ટ અપ સમુદાય માટે સોશિયલ મીડિયા પર લાઈવ સંબોધન કર્યું.

        શ્રી પ્રભુએ અર્થવ્યવસ્થા અને સમાજના નિર્માણમાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકાની પ્રશંસા કરી અને સ્ટાર્ટ-અપ સમુદાયને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આખા વિશ્વમાં ઝડપથી બદલાવ થઈ રહ્યો છે અને સ્ટાર્ટ-અપ્સે આ પરિવર્તનનો ન માત્ર લાભ ઉઠાવવાનો છે પરંતુ આ બદલાવને ગતિ અર્પણ કરવાની છે. તેમણે કહ્યું કે જોખમ ઉઠાવનારા લોકોનું ભવિષ્ય ઉજ્જવળ છે.

શ્રી પ્રભુએ સ્ટાર્ટ-અપ  સમુદાયને જણાવ્યું કે તે  પોતાને પણ સ્ટાર્ટ-અપ પરિવાર પ્રત્યે જવાબદેહી માને છે. તેમણે સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરકારની ભૂમિકાની બાબતમાં જણાવતા તેમણે કહ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં સરકાર અડચણો દૂર કરવા અને સ્ટાર્ટ-અપને પ્રોત્સાહિત કરવા માટે કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે, ‘રાજ્યનો અધિકાર’ થી સ્ટાર્ટ-અપ્સ ઈકોસિસ્ટમ વધુ સફળ બનશે.

તેમણે સ્ટાર્ટ-અપ સમુદાયના કલ્યાણની કામના કરી અને તેમને શ્રેષ્ઠ, સફળ તથા વ્યવસ્થિત બનાવવા માટે પ્રેરિત કર્યા.

 

NP/JK/GP                             



(Release ID: 1502082) Visitor Counter : 157


Read this release in: English