આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

કેન્દ્રએ રાજ્ય સાથે પ્રભાવી અને પીપીપી આધારિત સ્માર્ટ સીટી પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું

અત્યાર સુધી 32,000 કરોડ રૂપિયાની પીપીપી પરિયોજનાઓ તથા 31,000 કરોડ રૂપિયાની 261 અન્ય પ્રભાવી યોજનાઓની ઓળખ કરાઈ

Posted On: 06 SEP 2017 6:24PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર 2017

ઓળખ કરાયેલા સ્માર્ટ સીટીમાં એવા પ્રોજેક્ટ કે જેની નાગરિકોના જીવન પર સીધી અને પરિવર્તનકારી અસર પડવાની છે તેવા પ્રોજેક્ટોને ઝડપથી પૂર્ણ કરવા વિશેષ ધ્યાન આપવા કેન્દ્ર સરકારે રાજ્યો સરકારેને જણાવ્યું છે. પાછલા મહીનાની 30 તારીખના રોજ પ્રગતિ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સીટી અભિયાનની સમીક્ષા કરાઈ એ સંદર્ભમાં આવનારા દિવસોમાં શ્રી દુર્ગા શંકર મિશ્ર, સચિવ (આવાસ તેમજ શહેરી બાબતો)એ દરેક રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો.

શ્રી મિશ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાન્યુઆરી-સપ્ટેમ્બર, 2016 દરમિયાન ઘોષિત 60 શહેરોમાં 261 પ્રભાવી સ્માર્ટ સીટી પરિયોજનાઓને આ વર્ષના નવેમ્બર સુધી આરંભ કરવા માટે જણાવ્યું. ઓળખ કરાયેલી પરિયોજનાઓમાં 31112 કરોડ રૂપિયાનું રોકાણ થશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી 32410 કરોડ રૂપિયાના રોકાણવાળી 370 પીપીપી (જાહેર ખાનગી ભાગીદારી) પરિયોજનાઓ પર પણ તીવ્ર ગતિ થી કાર્ય કરવા માટે કહ્યું છે.

પહેલા ચરણના 20 સ્માર્ટ સિટિની યાદીમાં ગુજરાતના બે શહેરોનો પણ સમાવેશ થાય છે. જેની યાદી નીચે મુજબ છે.

ક્રમ

શહેર

પ્રભાવી પરિયોજનાઓ

ખર્ચ (કરોડ રૂપિયામાં)

1

સૂરત

લૉજિસ્ટિક પાર્ક અને વર્તમાન ક્રીકનો સ્માર્ટ પુર્નવિકાસ

210

2

અમદાવાદ

ઈન્ટરમૉડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર અને સ્લમ પુનર્વાસ

961

 

NP/JK/GP                                                                             


(Release ID: 1501942) Visitor Counter : 137


Read this release in: English