રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ શિક્ષક દિવસની પૂર્વ સંધ્યા પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
04 SEP 2017 6:03PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2017
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે શિક્ષક દિવસની પૂર્વ સંધ્યા પર આજે દેશભરના શિક્ષકોને શુભેચ્છા પાઠવી.
પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ એ કહ્યું કે, ““ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ, સર્વપલ્લી રાધાકૃષ્ણ, જેઓ એક પ્રખ્યાત દાર્શનિક અને શિક્ષક પણ હતા, તેમનો જન્મ – દિવસ દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. આપણા દેશમાં ગુરુ-શિષ્યની મહાન પરંપરા રહી છે, જે અંતર્ગત ગુરુ પોતાનું જ્ઞાન પોતાના શિષ્યને અર્પણ કરે છે અને તેમને સશક્ત બનાવે છે. એ આપણી નૈતિક જવાબદારી છે કે આપણે શિક્ષકો પ્રત્યે સમ્માન અને આભાર પ્રગટ કરીએ કેમ કે શિક્ષક એ આદર્શ પુરુષ છે જે બાળકોનું માર્ગદર્શન કરી તેમને સારા અને ઉપયોગી માણસ બનાવે છે. શિક્ષક બાળકોમાં સર્જનાત્મકાનો વિકાસ કરે છે અને કંઈક નવું શીખવાની તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે.
આ અવસર પર હું ડૉ. રાધાકૃષ્ણન પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આપણા મહાન રાષ્ટ્રના શિક્ષકોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.”
NP/JK/GP
(રીલીઝ આઈડી: 1501678)
મુલાકાતી સંખ્યા : 91