આદિવાસી બાબતોનું મંત્રાલય
શ્રી સુદર્શન ભગતે જનજાતીય બાબતોના રાજ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો
Posted On:
04 SEP 2017 5:43PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2017
શ્રી સુદર્શન ભગતે આજે જનજાતીય બાબતોના રાજ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. આ પહેલા શ્રી ભગત કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી હતા. આ અવસર પર શ્રી ભગતે કહ્યું કે જનજાતીય લોકોના વિકાસ માટે તેઓ ખૂબ મહેનત કરશે અને પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરશે.

શ્રી ભગતનો જન્મ 20 ઓક્ટોબર, 1969ના રોજ થયો હતો. તેઓ અત્યારે લોકસભામાં ઝારખંડના લોહરદગ્ગા સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રી ભગત પંદરમી લોકસભા (2009-2014)ના પણ સભ્ય હતા. વર્ષ 2000-2005માં શ્રી ભગત ઝારખંડ વિધાનસભાના પણ સભ્ય રહ્યા હતા. શ્રી સુદર્શન ભગત ઝારખંડ સરકારમાં 2000-2003 દરમિયાન માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી અને ત્યારબાદ 2004 સુધી મુખ્યમંત્રી સચિવાલયમાં રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) રહ્યા. શ્રી ભગતે 2004-2005 દરમિયાન ઝારખંડ સરકારમાં કલ્યાણ મંત્રીના રૂપમાં પણ કાર્ય કર્યું છે. શ્રી ભગત વિવિધ સંસદીય સમિતિઓના પણ સભ્ય રહ્યા છે.
NP/JK/GP
(Release ID: 1501670)
Visitor Counter : 155