આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
નવનિયુક્ત આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ પુરીએ કહ્યું – આવાસ અને શહેરી વિકાસના પડકારોને પહોંચી વળવા તમામ સંભવ પ્રયાતો કરીશ
પુરીએ કાર્યભાર સંભાળ્યો, પીએમકેવાય (શહેરી)ની સમીક્ષા કરી
આવતીકાલે લખનૌ મેટ્રોના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે
Posted On:
04 SEP 2017 5:40PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2017
નવા આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે શહેરી આવાસ અને વિકાસના પડકારો વિશાળ છે અને હું વિવિધ નવા શહેરી મિશનો અંતર્ગત લક્ષ્યોની પ્રાપ્તિમાં ભરપૂર યોગદાન કરવા ઈચ્છું છું.
આજે નિર્માણ ભવનમાં પદભાર સંભાળ્યા બાદ શ્રી પુરીએ મીડિયા સાથે વાતચીત કરી. પોતાની પ્રાથિકતાઓની ચર્ચા કરતાં શ્રી પુરીએ કહ્યું કે શહેરી ક્ષેત્ર માટે પ્રાથમિકતાઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહેલેથી જ નક્કી કરી દીધી છે અને હું તેમની પ્રાથમિકતાઓ પર કાર્ય કરવા ઈચ્છીશ. તેણે કહ્યું કે પ્રધાનમંત્રી અનેક દ્રષ્ટિથી પરિવર્તનકારી છે અને નવા મંત્રી પ્રધાનમંત્રી દ્વારા અપાયેલા લક્ષ્યોની પ્રાપ્તિ માટે પોતાની શક્તિ લગાવશે.
શ્રી પુરીએ કહ્યું કે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય મૂળ રૂપથી વિકાસ પૂરક મંત્રાલય છે અને પાછલા ત્રણ વર્ષોમાં લોન્ચ કરાયેલા વિવિધ નવા શહેરી મિશન ગ્રાઉન્ડ સ્તરે સારું કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મને એ વાતમાં કોઈ શંકા નથી કે અમે નિર્ધારિત સમય-સીમામાં લક્ષ્ય પ્રાપ્તિના માર્ગ પર છીએ.
વિવિધ મિશનો અંતર્ગત લક્ષ્ય પ્રાપ્ત કરવાના પડકારોની બાબતમાં પૂછાતા શ્રી પુરીએ કહ્યું કે અમારી સામે બે પ્રકારના લક્ષ્ય છે. કેટલાક લક્ષ્યોને 2019 સુધી અને કેટલાકને 2022 સુધી પૂર્ણ કરવાના છે. જો પડકારોનું સમાધાન બે વર્ષમાં નહીં આવે તો 6 વર્ષોમાં પણ એનું સમાધાન નહીં આવી શકે. તેમણે કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યની પ્રગતિને જોતા એવું કહી શકાય કે લક્ષ્યોની પ્રાપ્તિ થઈ શકે છે.
નવા આવાસ મંત્રીએ બે કલાક સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની સમીક્ષા કરી અને 2022 સુધી દરેક જરૂરિયાતમંદ લોકોને પાકા મકાન સુનિશ્ચિત કરવાના લક્ષ્યના વિવિધ પાસાઓની બાબતમાં જાણકારી મેળવી. તેમણે શહેરી ક્ષેત્રોમાં વ્યાજબી મકાનોની અનુમાનિત માંગની બાબતમાં જાણકારી મેળવી અને આવાસ ક્ષેત્રમાં સારા કાર્ય પ્રદર્શન અને સારા પ્રદર્શન નહીં કરનારા રાજ્યોની બાબતમાં કારણ સહિત જાણકારી મેળવી.
શ્રી પુરી આવતીકાલે 8.50 કિલોમીટરની ટ્રાન્સપોર્ટ નગર અને ચારબાગની વચ્ચે શરૂ થનારી લખનૌ મેટ્રો સેવાના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.
NP/JK/GP
(Release ID: 1501668)
Visitor Counter : 232