સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ‘નવજાત શિશુ તેમજ બાલ આહાર પ્રથાઓ’ પર કેન્દ્રીત

Posted On: 01 SEP 2017 5:52PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર, 2017

 

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય 1 થી 7 સપ્ટેમ્બર, 2017 સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવી રહ્યું છે. આ વર્ષે રાષ્ટ્રીય પોષણ સપ્તાહનો વિષય છે “નવજાત શિશુ તેમજ બાળ આહાર પ્રથાઓ’ (આઈવાયસીએફ): શ્રેષ્ઠ બાળ સ્વાસ્થ્ય”. આ સમયગાળા દરમિયાન બાળકોના સ્વાસ્થ્યની રક્ષા અને તેમના શ્રેષ્ઠ પોષણના મહત્વની બાબતમાં જન જાગૃતિ ફેલાવવા માટે એક અઠવાડિયાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે.

નવજાત શિશુ તેમજ બાળ આહાર પ્રથાઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે મંત્રાલયે “મા – મા ની અસીમ મમતા” કાર્યક્રમ શરૂ કર્યો છે. જેથી દેશમાં સ્તનપાનને પ્રોત્સાહિત કરી શકાય. મા કાર્યક્રમ અંતર્ગત સ્તનપાનને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા અને બ્લોક સ્તર પર કાર્યક્રમ વ્યવસ્થાપકો સહિત ડૉક્ટર, નર્સો તેમજ એએનએમની સાથે લગભગ 3.7 લાખ આશા કાર્યકરો અને લગભગ 82,000 સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને તૈયાર કરાયા છે. અને 23,000થી વધુ સ્વાસ્થ્ય સુવિધા કર્મચારીઓને આઈવાયસીએફ પ્રશિક્ષણ અપાયું છે. સાથે જ ઉપરોક્ત સ્તનપાન પરંપરાઓના મહત્વ સંબંધમાં માતાઓને જાગૃત કરવા માટે ગ્રામિણ સ્તરો પર આશા કાર્યકરો દ્વારા 1.49 લાખથી વધુ માતાઓની બેઠક આયોજિત કરાઈ હતી.

આ સપ્તાહ દરમિયાન કાર્યક્રમ વ્યવસ્થાપકોની સાથે માતાઓની બેઠક અને બ્લોક / જિલ્લા સ્તરની કાર્યશાળાઓના આયોજનની પણ યોજના બનાવાઈ છે. સમુદાયમાં આઈવાયસીએફ પ્રથાઓમાં પરિવર્તન લાવવા અને જાગૃતિ ફેલાવવા માટે આંગણવાડી કેન્દ્રોમાં ગ્રામિણ સ્તર પર ગ્રામ સ્વાસ્થ્ય અને પોષણ દિવસ આયોજિત કરાશે. આ ઉપરાંત “સાર્વજનિક સુવિધાઓમાં સ્તનપાન વ્યવસ્થા કેન્દ્રો પર રાષ્ટ્રીય દિશા નિર્દેશ” હાલમાં જ બહાર પડાયા છે જેથી સ્તનપાન પ્રબંધન કેન્દ્રોની સ્થાપનાને સરળ બનાવી શકાય અને બિમાર અને સમય પૂર્વે જન્મેલ બાળકોને સુરક્ષિત માનવ સ્તન દૂધ મળી શકે.

બાળકોના સ્વાસ્થ્ય માટે સ્તનપાન મહત્વપૂર્ણ છે. જન્મના એક કલાકની અંદર સ્તનપાન નવજાત શિશુઓના મૃત્યને 20 ટકા સુધી ઘટાડે છે. નવજાત શિશુઓને જેને માનું દૂધ નથી મળતું તેની સ્તનપાન કરનારા બાળકોની તુલનામાં ન્યૂમોનિયાથી 15 ગણી અને અતિસારથી 11 ગણી વધુ મૃત્યની સંભાવના રહે છે. સાથે જ સ્તનપાન ન કરનારા બાળકોમાં ડાયાબીટીસ, મેદસ્વીપણું, એલર્જી, દમ, લ્યૂકેમિયા વગેરે થવાના જોખમો રહે છે. સ્તનપાન કરનારા બાળકોનો આઈક્યૂ પણ સારો હોય છે.

 

NP/JK/GP                                                                             



(Release ID: 1501476) Visitor Counter : 96


Read this release in: English