મંત્રીમંડળ

મંત્રીમંડળે અન્ય દેશોની ચૂંટણીની કામગીરી કરતી સંસ્થાઓ/આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભારતીય ચૂંટણી પંચને સમજૂતીકરાર કરવાની દરખાસ્તને મંજૂરી આપી

Posted On: 30 AUG 2017 5:11PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 30 ઓગસ્ટ, 2017

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારતીય ચૂંટણી પંચને અન્ય દેશો/આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ચૂંટણીલક્ષી કામગીરી કરતી સંસ્થાઓ સાથે ચૂંટણીનાં વ્યવસ્થાપન અને વહીવટનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ) કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

આ નીચે મુજબ છેઃ

 

1. ધ નેશનલ ઇલેક્ટોરલ કાઉન્સિલ ઓફ ઇક્વાડોર;

2. ધ સેન્ટ્રલ ઇલેક્શન કમિશન ઓફ અલ્બાનિયા;

3. ધ ઇલેક્શન કમિશન ઓફ ભૂતાન;

4. ધ ઇન્ડિપેન્ડન્ટ ઇલેક્શન કમિશન ઓફ અફઘાનિસ્તાન;

5. ધ નેશનલ ઇન્ડિપેન્ડન્ટ ઇલેક્ટોરલ કમિશન ઓફ ગિની;

6. ધ યુનિયન ઇલેક્શન કમિશન ઓફ મ્યાનમાર અને

7. ધ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ (આઇઆઇઆઇડીઇએમ) અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરેલ આસિસ્ટન્સ (ઇન્ટરનેશનલ આઇડીઇએ).

 

આ એમઓયુ પ્રમાણભૂત કલમો/જોગવાઈઓ ધરાવે છે, જેમાં ચૂંટણી પ્રક્રિયાનાં આયોજન અને ટેકનિકલ વિકાસનાં ક્ષેત્રમાં જાણકારી અને અનુભવનાં આદાનપ્રદાનમાં સહકારને વિસ્તૃત પ્રોત્સાહન આપવા, માહિતીનાં આદાનપ્રદાનને સહકાર આપવા, સંસ્થાકીય ક્ષમતા મજબૂત કરવા અને ક્ષમતા નિર્માણ કરવા, અધિકારીઓને તાલીમ, નિયમિત ચર્ચાવિચારણા વગેરે સામેલ છે.

 

આ એમઓયુ દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપશે, જેનો ઉદ્દેશ કથિત ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ માટે ટેકનિકલ સહાય/ક્ષમતાને સાથસહકાર આપવાનો છે.

 

પૃષ્ઠભૂમિઃ

 

ચૂંટણી પંચ એમઓયુનો સ્વીકાર કરીને દુનિયાનાં કેટલાંક દેશો અને સંસ્થાઓ સાથે સમગ્ર દુનિયામાં ચૂંટણીલક્ષી બાબતો અને ચૂંટણી પ્રક્રિયાઓનાં ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપવા સહભાગી બન્યું છે, જે માટે એમઓયુમાં સંબંધિત પક્ષોએ હસ્તાક્ષર કર્યા છે. બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ દુનિયામાં સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરે છે. દેશમાં નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણી યોજવાની જવાબદારી ચૂંટણી પંચની છે. આપણાં દેશમાં 85 કરોડ મતદારો છે, જેઓ વિવિધ સામાજિક-રાજકીય અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ચૂંટણી પંચે રાજકીય બાબતોમાં લોકોની વિસ્તૃત ભાગીદારી સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. અત્યારે ભારતને દુનિયામાં સૌથી મોટો લોકતાંત્રિક દેશ ગણવામાં આવે છે. ભારતમાં લોકશાહીની સફળતાએ સમગ્ર દુનિયામાં દરેક રાજકીય વ્યવસ્થાનું ધ્યાન ખેંચ્યું છે.

AP/JK/GP                                                                     



(Release ID: 1501190) Visitor Counter : 168


Read this release in: English