મંત્રીમંડળ
“ભારત- ઇઝરાયલ ઔદ્યોગિક સંશોધન અને વિકાસ તથા ટેકનોલોજીકલ ઈનોવેશન ફંડ " અંગેના સમજૂતિ કરારને કેબિનેટની મંજૂરી
Posted On:
30 AUG 2017 4:52PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 30 ઓગસ્ટ, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટે ભારત અને ઇઝરાયલ વચ્ચે "ભારત-ઇઝરાયલ ઔદ્યોગિક સંશોધન અને વિકાસ તથા ટેકનોલોજીકલ ઈનોવેશન ફંડ (I4F)" સ્થાપવા અંગેના સમજૂતિના કરારને મંજૂરી આપી છે. આ અંગેના સમજૂતિના કરારને જુલાઈ, 2017માં આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
આ ભંડોળની સ્થાપના માટે ભારત અને ઇઝરાયલ બંને દર વર્ષે, પાંચ વર્ષના ગાળા માટે ચાર મિલિયન યુએસ ડોલરની એક સરખી રકમનુ યોગદાન આપશે. આ ઈનોવેશન ફંડના સંચાલન માટે એક સંયુક્ત બોર્ડની રચના કરવામાં આવશે અને આ બોર્ડમાં દરેક દેશના ચાર-ચાર પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે.
આ સમજૂતિ કરારમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં દ્વિપક્ષી ઔદ્યોગિક સંશોધન અને વિકાસ અને ઈનોવેશનનાં જેવી બાબતોમાં સંયુક્તપણે હાથ ધરાનારા અથવા તો ટેકનોલોજી આધારિત નવી અથવા તો સુધારેલી પ્રોડકટસ માટેના પ્રોજેકટસને સહયોગ અને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવશે. આવા પ્રોજેકટસ નિર્ધારિત ક્ષેત્રોમાં અને પાણી, ખેતી, ઉર્જા, અને ડીજીટલ ટેકનોલોજીસ જેવા પરસ્પર હિતકારી વિષયોમાં પોસાય તેવા ટેકનોલોજીકલ ઈનોવેશન્સ તરફ દોરી જશે. ભારત અને ઇઝરાયલના ખાનગી ઉદ્યોગ, એકમો અને સંશોધન તથા વિકાસ સંસ્થાઓને આ કોન્સોર્ટિયમના નિર્માણ દ્વારા પ્રોજેકટસ સાથે સાંકળી લેવામાં આવશે.
આ સંયુક્ત ભંડોળ મારફતે બંને દેશો વચ્ચે જે પ્રવૃત્તિઓને સહયોગ પૂરો પાડવામાં આવશે તેના પરિણામે ટેકનો-ઈકોનોમિક સહયોગમાં અને ટેકનોલોજીકલ ઈનોવેશન આધારિત સંયુક્તપણે વિકસાવાયેલા ટેકનોલોજી પ્રોજેકટસમાં વધારો થશે. આને કારણે ભારત અને ઇઝરાયલની પરસ્પરની તાકાતમાં વધારો થશે. અને ભારત- ઇઝરાયલ વચ્ચેના સંયુક્ત પ્રોજેકટસને પ્રોત્સાહન મળશે અને રાષ્ટ્રીય તેમજ વિશ્વના બજારોમાં એ દ્વારા લાભ હાંસલ થશે. આ સહયોગને કારણે ઘનિષ્ઠ સપોર્ટ ટુલ્સનો ઉપયોગ થઈ શકશે અને "know-how" નું "show-how" માં રૂપાંતર કરે તેવા સંયુક્ત પ્રોજેકટસને પ્રોત્સાહન મળશે. આ સહયોગથી ઈનોવેશન અને ટેકનો-આંત્રપ્રિન્યોરશિપની તંત્ર વ્યવસ્થાને બળ બનશે તથા તેનું સંવર્ધન થશે. અને તે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા પ્રોજેકટસમાં સીધુ યોગદાન આપશે.
AP/JK/GP
(Release ID: 1501172)
Visitor Counter : 55