PIB Headquarters
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
દેશની આઝાદી માટે લોકોએ પ્રાણ આપ્યા છે, આજે આપણે નવા ભારતના સર્જન માટે જીવવાનું છે : ડૉ. કિરીટ સોલંકી
Posted On:
30 AUG 2017 4:42PM by PIB Ahmedabad
અમદાવાદ, 30 ઓગસ્ટ, 2017
અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકીએ આજે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારી રાજ્ય બીમા નિગમ દ્વારા આયોજિત તિરંગા યાત્રાને ESIC, ઇન્કમ ટેક્સ સર્કલથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રાનું આયોજન ભારત છોડો આંદોલનની 75 મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા ઇન્કમ ટેક્સ સર્કલથી શરુ કરીને ગાંધી આશ્રમ ખાતે જાહેર સભામાં ફેરવાઈ હતી.
સાબરમતી આશ્રમ ખાતે જાહેર સભાને સંબોધતા ડૉ. કિરીટ ભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે દેશને આઝાદી અપાવવા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણ આપ્યા હતા. તેમના સપનાનું ભારત બનાવવા માટે હવે આપણે જીવવાનું છે. જેમ 1942 માં ગાંધીજીએ ભારત છોડોનો નારો આપ્યો અને 5 વર્ષ બાદ 1947 માં દેશને આઝાદી મળી. એ જ રીતે, આપણે 2017 માં નવા ભારત માટેનો સંકલ્પ કરવાનો છે અને 5 વર્ષ બાદ 2022 માં જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પુરા કરીશું ત્યારે આપણે નવા ભારતનું સર્જન કરવાનું છે. એ જ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણા તરફથી સૌથી મોટી ભેટ હશે.
આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ પોતાના વિભાગનીઉપલબ્ધિઓ અને યોજનાઓ વિષે માહિતી આપી હતી તથા 2022 માં નવા ભારતના નિર્માણ માટેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ESICESICના ક્ષેત્રીય નિદેશક શ્રી અક્ષય કાલા, અધિક કેન્દ્રીય ભવિષ્ય નિધિ કમિશનર ડૉ. એસ. કે. ઠાકુર, ક્ષેત્રીય શ્રમ કમિશનર શ્રી એ એલ કામ્બલે, કલ્યાણ કમિશનર શ્રી એસ. એસ. ભોપલે, ખાણ સુરક્ષાના નિદેશક, શ્રી રફીક સૈયદ, ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કમિશનર શ્રી અજિત કુમાર, સ્ટેટ મેડિકલ કમિશનર ડૉ. વીણા કુમારી, આદર્શ હોસ્પીટલ, બાપુનગરના ડૉ. લતા કામત સહીત કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
AP/JK/GP
(Release ID: 1501164)
Visitor Counter : 186