પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉદેપુરમાં કેટલાક મહત્વપૂર્ણ હાઈવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું; પ્રતાપ ગૌરવ કેન્દ્રની મુલાકાત લીધી

Posted On: 29 AUG 2017 5:24PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29 ઓગસ્ટ, 2017

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં ઉદેપુર ખાતે કેટલાક મહત્વપૂર્ણ હાઇવેઝ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, તો કેટલાક પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમને મેવાડની "વીર ભૂમિ"ની મુલાકાત લેવાની ખુશી છે.

પ્રધાનમંત્રીએ કુદરતી આપત્તિઓમાં અસરગ્રસ્ત લોકોને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકારે મુશ્કેલીના આ સમયમાં તેમની સાથે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, લોકો પડકારોનો સામનો કરશે અને વધારે સાહસ સાથે વિકાસના માર્ગે આગળ વધશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે એક કાર્યક્રમમાં રૂ. 15,000 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થયું છે અથવા ભૂમિપૂજન થયું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે માળખાગત પ્રોજેક્ટ્સ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ભારતને માળખાગત પ્રોજેક્ટ્સમાં વધારે વિલંબ પોસાય તેમ નથી, ખાસ કરીને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં. તેમણે જણાવ્યું હતું કે, રોડ જેવા પ્રોજેક્ટ્સ લોકોના જીવનમાં નવઊર્જાનો સંચાર કરે છે.

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવેલા સુવર્ણ ચતુર્ભૂજ પ્રોજેક્ટને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેનાથી ખેડૂતોને બજારો સાથે જોડાવાનો લાભ મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાનને શ્રેષ્ઠ માળખાગત જોડાણ મારફતે પ્રવાસનથી પુષ્કળ લાભ મળી શકે છે, જે રોજગારીની તકો ઊભી કરશે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે વાત કરી હતી, જે અંતર્ગત ગ્રામીણ કુટુંબોને એલપીજી કનેક્શન આપવામાં આવે છે, જેનાથી મહિલાઓને વિશેષ ફાયદો થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જીએસટીથી દેશના અર્થતંત્રને મોટો ફાયદો થયો છે અને રાજ્યો વચ્ચેની સરહદો પર ટ્રકોને લાંબા સમય સુધી રાહ જોવાની જરૂરી રહી નથી.

 

ત્યારબાદ પ્રધાનમંત્રીએ પ્રતાપ ગૌરવ કેન્દ્રની મુલાકાત લીધી હતી, જેમાં મેવાડના મહાન રાજા મહારાણા પ્રતાપના જીવન, શૌર્ય અને સિદ્ધિઓ વિશે વિવિધ પ્રદર્શન મારફતે માહિતી આપવામાં આવી છે.

 

AP/JK/GP                                                                     



(Release ID: 1501018) Visitor Counter : 117


Read this release in: English