પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ચીન અને મ્યાનમારની મુલાકાતે જશે (3થી 7 સપ્ટેમ્બર, 2017)
Posted On:
29 AUG 2017 2:34PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 29 ઓગસ્ટ, 2017
પ્રજાસત્તાક ચીનના પ્રમુખના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચીનના ફુજિયાન પ્રાંતમાં ઝિયામેનની 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર, 2017 દરમિયાન મુલાકાત લેશે અને નવમા બ્રિક્સ શિખર સંમેલનમાં હાજરી આપશે.
આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી પ્રજાસત્તાક ગણરાજ્ય મ્યાનમારના રાષ્ટ્રપતિ મહામહિમ યુ હતિન ક્યાવના આમંત્રણ પર 5થી 7 સપ્ટેમ્બર, 2017 દરમિયાન મ્યાનમારની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રી મોદીની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય સત્તાવાર મુલાકાત હશે. આ મુલાકાતમાં પ્રધાનમંત્રી મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર ડાઉ આંગ સાન સૂ કી સાથે પારસ્પરિક હિતના મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરશે અને રાષ્ટ્રપતિ યુ હતિન ક્યાવને પણ મળશે. પ્રધાનમંત્રી મ્યાનમારની રાજધાની નાએપ્યીડો ઉપરાંત યાંગૂન (રંગૂન) અને બાગનની મુલાકાત પણ લેશે.
AP/JK/GP
(Release ID: 1500997)
Visitor Counter : 152