પ્રધાનમંત્રીનું કાર્યાલય
નેશનલ સ્પોટર્સ ડે નિમિત્તે પ્રધાનમંત્રીએ દેશના રમતવીરો અને રમતપ્રેમીઓને અભિનંદન પાઠવ્યા, દંતકથા સમાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને અંજલિ અર્પી
Posted On:
29 AUG 2017 2:33PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 29 ઓગસ્ટ, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત ગમત દિવસ નિમિત્તે દેશના તમામ રમતવીરો તથા રમતપ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે મહાન ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,“નેશનલ સ્પોટર્સ ડે નિમિત્તે હું તમામ રમતવીરો તથા રમતપ્રેમીઓને અભિનંદન પાઠવું છું જેમણે અત્યંત ઉત્સાહ, જોમ અને ધગશ સાથે આ ક્ષેત્ર અપનાવ્યું છે.
હું ઉદાહરણરૂપ મેજર ધ્યાનચંદને પણ અંજલિ અર્પણ કરું છું જેમણે તેમના મહાન કૌશલ્ય વડે ભારતીય હોકીમાં આશ્ચર્ય સર્જ્યા હતા.
રમત ગમત એ શારીરિક સક્ષમતા, માનસિક સતર્કતા અને વ્યક્તિત્વ વિકસાવવાની બાબત છે.”
ભારતને અદભૂત રમત પ્રતિભાના આશીર્વાદ છે. આ પ્રતિભાનો સારી રીતે ઉપયોગ કરવા માટે ઇન્ડિયા સ્પોર્ટ્સ દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.
યુવાનો પોતાની રમત પ્રતિભા વિકસાવી શકે અને નામના મેળવે તે માટે નેશનલ સ્પોટર્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ જરૂરી માર્ગદર્શન અને સહકાર આપશે.
AP/JK/GP
(Release ID: 1500995)
Visitor Counter : 115