સંરક્ષણ મંત્રાલય

બાંગ્લાદેશના નૌસેના પ્રમુખ એડમિરલ નિઝામુદ્દીન અહમદ ભારતની યાત્રા પર

Posted On: 28 AUG 2017 5:12PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2017

 

બાંગ્લાદેશ નૌસેના પ્રમુખ એડમિરલ નિઝામુદ્દીન અહમદ 28 થી 30 ઓગષ્ટ, 2017 સુધી ભારતની સત્તાવાર યાત્રા પર છે. તેમની આ યાત્રાનો ઉદ્દેશ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે દ્વિપક્ષીય નૌસેનિક સંબંધોને મજબૂત કરવાનો અને નૌસેનિક સહયોગ માટે નવા અવસરોને જાણવાનો છે. તેઓ ચેરમેન ચીફ ઑફ સ્ટાફ કમિટી અને નૌસેના પ્રમુખ એડમિરલ શ્રી સુનીલ લાંબા અને ભારતીય નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓની સાથે 28 ઓગષ્ટ, 2017ના રોજ દ્વિપક્ષીય ચર્ચા કરશે. એડમિરલ નિઝામુદ્દીન અહમદનો વાયુસેના પ્રમુખ સાથે મળવાનો પણ કાર્યક્રમ છે તથા તેઓ નવી દિલ્હીમાં સત્તાવાર બેઠકોના એક ભાગના રૂપમાં રક્ષા મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને રક્ષા સચિવ સાથે પણ મુલાકાત કરશે. નવી દિલ્હી ઉપરાંત એડમિરલ નિઝામુદ્દીન અહમદનો વિશાખાપટ્ટનમ જવાનો પણ કાર્યક્રમ છે. જ્યાં તેઓ આઈએનએસ ક્લિંગ, આઈએનએસ કર્ણ અને આઈએનએસ સાહવાહન સહિત વિવિધ નૌસેનિક પ્રતિષ્ઠાનોનું ભ્રમણ કરશે.

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે નૌસૈનિક સહયોગ પરંપરાગતરૂપથી ખૂબ મજબૂત રહ્યો છે, જેમાં પ્રશિક્ષણના માધ્યમથી પરિચાલન વાતચીત, પોર્ટ કૉલ, ક્ષમતા નિર્માણની સાથે – સાથે પેસેજ અભ્યાસ અને ક્ષમતા વૃદ્ધિ પહેલ સહિત, વ્યાપક ક્ષેત્ર સામેલ છે. બાંગ્લાદેશની નૌસેના હિંદ મહાસાગર સંગોષ્ઠી (આઈઓએનએસ)ની અધ્યક્ષતા પણ છે, જે ભારતીય નૌસેના દ્વારા શરૂ કરાયેલ બહુપક્ષીય સમુદ્રીય સહયોગ મંચ છે. બાંગ્લાદેશની નૌસેનાનું નવેમ્બર, 2017માં IMMSAREX નામના આંતરરાષ્ટ્રીય બહુપક્ષીય સમુદ્રીય શોધ અને બચાવ અભ્યાસ આયોજિત કરવાનો પણ કાર્યક્રમ છે, જેનું આઈઓએનએસ અંતર્ગત આયોજન થઈ રહ્યું છે.

AP/JK/GP                                                                     



(Release ID: 1500887) Visitor Counter : 150


Read this release in: English