આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશને 41,173 વધારાના મકાન
Posted On:
28 AUG 2017 5:09PM by PIB Ahmedabad
ગુજરાતમાં 1,72,816 મકાનોને મંજુરી અપાઈ
અત્યાર સુધી 21ટકા મકાનોની મંજૂરીની સાથે આંધ્રપ્રદેશ અન્યની સરખામણીમાં સૌથી આગળ
1.40 લાખ કરોડ રૂપિયાના રોકાણની સાથે અત્યાર સુધી 26 લાખ થી વધુ મકાનોની મંજૂરી
નવી દિલ્હી, 25 ઓગસ્ટ, 2017
શહેરી વિસ્તારોમાં સસ્તા મકાનોના નિર્માણમાં તેજી આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર) અંતર્ગત ઉત્તરપ્રદેશને 41,173 વધુ મકાનોની મંજૂરી અપાઈ છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ઉત્તરપ્રદેશ સહિત 6 રાજ્યો માટે 2,17,900 વધુ મકાનોને મંજૂરી આપી છે, એની સાથે જ 40,597 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય અને કુલ 1,39,621 કરોડ રૂપિયાના કુલ રોકાણની સાથે અત્યાર સુધી 26,13,568 મકાનોની મંજૂરી આપી દેવાઈ છે.
નવીન મંજૂરીમાં આંધ્રપ્રદેસને 1,20,894 સસ્તા મકાનો, ઉત્તર પ્રદેશને 41,173, આસામને 16,700, ગુજરાતને 15,222, ઝારખંડને 14,017 અને મહારષ્ટ્રને 9,894 વધારાના સસ્તા મકાનો મળ્યા છે.
આંધ્રપ્રદેશ અન્યની સરખામણીમાં આગળ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેને અત્યાર સુધી મંજૂર કરાયેલ બધા મકાનોના 20.71 ટકા મળ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર મકાનોની સંખ્યાની બાબતમાં મુખ્ય 10 રાજ્યોની વિગત આ પ્રકારે છે :
ક્રમ સંખ્યા
|
રાજ્ય
|
મંજૂર કરાયેલા સસ્તા મકાનોની સંખ્યા
|
કુલ મંજૂર રોકાણ (રૂપિયા કરોડોમાં)
|
મંજૂર કેન્દ્રીય સહાય (રૂપિયા કરોડમાં)
|
1
|
આંધ્રપ્રદેશ
|
5,41,300
|
31,056
|
8,138
|
2
|
તામિલનાડુ
|
3,35,039
|
11,987
|
5,090
|
3
|
મધ્યપ્રદેશ
|
2,87,101
|
19,502
|
4,415
|
4
|
કર્ણાટક
|
2,03,260
|
9,282
|
3,345
|
5
|
ગુજરાત
|
1,72,816
|
11,497
|
2,493
|
6
|
પશ્ચિમ બંગાળ
|
1,44,904
|
5,920
|
2,186
|
7
|
મહારાષઅટ્ર
|
1,44,165
|
15,868
|
2,244
|
8
|
ઉત્તરપ્રદેશ
|
1,20,028
|
4,767
|
1,959
|
9
|
ઝારખંડ
|
95,742
|
3,561
|
1,474
|
10
|
બિહાર
|
88,375
|
3,915
|
1,454
|
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અત્યાર સુદી મંજૂર કરાયેલા કુલ 26,13,568 મકોના 82 ટકા આ દસ રાજ્યોની પાસે છે. દિલ્હી, ચંદિગઢ, ગોવા અને લક્ષદ્વીપને છોડીને દરેક 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ યોજના અંતર્ગત મકાનોની મંજૂરી મળી છે.
AP/JK/GP
(Release ID: 1500885)
Visitor Counter : 208