પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જન ધન યોજનાની ત્રીજી વર્ષગાંઠ પર તમામ લાભાર્થીઓને અભિનંદન આપ્યા
Posted On:
28 AUG 2017 12:49PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન ધન યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થવા બદલ આ ઐતિહાસિક નાણાકીય સર્વસમાવેશક પહેલના તમામ લાભાર્થીઓને અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે જન ધન યોજનાને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. હું આ પહેલનો લાભ મેળવનાર કરોડો લોકો, ખાસ કરીને ગરીબોને અભિનંદન આપું છું.
જન ધન ક્રાંતિ ગરીબો, વંચિતો અને પછાત વર્ગને નાણાકીય મુખ્ય પ્રવાહમાં લાવવાની ઐતિહાસિક પહેલ છે.
જન ધન યોજના, સામાજિક સુરક્ષા યોજનાઓ, મુદ્રા અને સ્ટેન્ડ-અપ ઇન્ડિયા મારફતે અમે લાખો આકાંક્ષીઓને પ્રગતિ કરવાની પાંખો આપી છે.
અમારા પ્રયાસો અપાર ઉત્સાહ સાથે ગરીબ અને વંચિત વર્ગના લોકોના જીવનની ગુણવત્તા સુધારવાના અને પરિવર્તન લાવવાના છે.”
AP/JK/GP
(Release ID: 1500807)
Visitor Counter : 149