PIB Headquarters
ટેક્ષટાઈલ કમિશનરના કાર્યાલય દ્વારા સુરત ખાતે કાપડ ઉદ્યોગ અને જીએસટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Posted On:
24 AUG 2017 5:03PM by PIB Ahmedabad
સુરત, 24 ઓગસ્ટ, 2017
ક્ષેત્રિય ટેક્ષટાઈલ કમિશનર કાર્યાલય, અમદાવાદ દ્વારા 23 ઓગસ્ટના રોજ સુરત ખાતે “પાવરટેક્ષ ઈન્ડિયા, ગાર્મેન્ટ, મેડ અપ્સ અને જીએસટી માટે ખાસ પેકેજ” પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન વેડ રોડ, આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો. ઓ. ફેડરેશન, સુરતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 200 જેટલા હિતધારકોએ ભાગ લીધો હતો.
શ્રી એસ. આર. ધનવડકર, ડેપ્યુટી ડાયરેક્ટર, ક્ષેત્રિય ટેક્ષટાઈલ કમિશનરનું કાર્યાલય, અમદાવાદ દ્વારા પાવરટેક્ષના વિવિધ ઘટકો અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે હિતધારકોને પાવરટેક્ષ ઈન્ડિયાનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.
CGST&CE કાર્યાલયના શ્રી સંજય સિંઘ, ડે. કમિશ્નર અને શ્રી મુલચંદાની, આસિ. કમિશ્નરે જીએસટીને લગતા માસિક રીટર્ન અ ટેક્સની ચૂકવણી વગેરે વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં થોડા સમય માટે જીએસટીના અમલીકરણમાં મુશ્કેલી પડી શકે છે પરંતુ બાદમાં સમગ્ર પ્રક્રિયા સુગમ બની રહેશે.
મુંબઈ ટેક્ષટાઈલ કમિશનરના કાર્યાલયમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી ઓ. પ્રભાકરને પાવરટેક્ષ ઈન્ડિયાના વિવિધ ઘટકો જેમ કે જીઆઈએસ, સોલર, મુદ્રા અને સ્ટેન્ડ અપ યોજના, યાર્ન બેંક, ટેક્સ વેન્ચર ફંડ વેગેર વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રી માટેના ખાસ પેકેજ વિશે માહિતી આપી હતી. સિલ્ક સ્મોલ સ્કેલ કો-ઓપ. ફેડરેશનના પ્રમુખ શ્રી દેવશીભાઈ પટેલને આશ્વાસન આપ્યું હતું કે ફેડરેશનના તમામ પ્રશ્નોના યથાયોગ્ય સમાધાન લાવવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે.
કાર્યક્રમને અંતે હિતધારકો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના અધિકારીઓ દ્વારા જવાબો આપવામાં આવ્યા હતા.
AP/JK/GP
(Release ID: 1500635)
Visitor Counter : 161