સંસ્કૃતિ મંત્રાલય
ભારત મહોત્સવ 31 ઓગષ્ટ થી 9 સપ્ટેમ્બર, 2017 સુધી બ્રાઝિલમાં આયોજિત કરાશે
प्रविष्टि तिथि:
24 AUG 2017 5:01PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 24 ઓગસ્ટ, 2017
ભારત મહોત્સવ 31 ઓગષ્ટ થી 9 સપ્ટેમ્બર 2017 સુધી બ્રાઝીલમાં આયોજિત કરાશે. મહોત્સવ દરમિયાન ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરાશે, જેમાં શાસ્ત્રીય નૃત્ય, સાહિત્ય, વ્યંજન તથા મહાત્મા ગાંધી પર આધારિત પ્રદર્શનનું આયોજન કરાશે. બ્રાઝિલના બ્રાઝિલીયા, સાઓ પાઉલો તથા રિયો-ડી-જેનેરિયોના શહેરોમાં નીચે મુજબના કાર્યક્રમો આયોજિત કરાશે.
- 31 ઓગષ્ટ, થી 4 સપ્ટેમ્બર, 2017 સુધી દેવયાની અને સમૂહ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય,
- 1 સપ્ટેમ્બર થી 5 સપ્ટેમ્બર, 2017 સુધી નંદિની સિંહ અને સમૂહ દ્વારા કથક નૃત્ય,
- 3 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર, 2017 સુધી ભારતીય ખાદ્ય મહોત્સવ,
- 5 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર, 2017 સુધી સાહિત્ય ઉત્સવ,
- 31 ઓગષ્ટ થી 9 સપ્ટેમ્બર, 2017 થી મહાત્મા ગાંધી પર પ્રદર્શન.
AP/JK/GP
(रिलीज़ आईडी: 1500633)
आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English