ગૃહ મંત્રાલય

ગૃહમંત્રીની કિરગિજ ગણરાજ્યની યાત્રા

Posted On: 23 AUG 2017 5:27PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 23 ઓગસ્ટ, 2017

 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ આજે 24-25 ઓગષ્ટ, 2017ના રોજ શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સભ્ય રાજ્ય સરકારના પ્રમુખોની 9મી બેઠકમાં સામેલ થવા માટે કિરગીજ જઈ રહ્યા છે. ગૃહ મંત્રીની સાથે એક શિષ્ટમંડળ પણ જઈ રહ્યું છે. આ બેઠકમાં કટોકટીની પરિસ્થિતિઓને રોકવા અને સમાપ્તિ પર વિચાર કરાશે. ભારતીય શિષ્ટ મંડળમાં ગૃહ મંત્રાલય, રાષ્ટ્રીય કટોકટિ વ્યવસ્થા ઓથોરિટી (એડીએમએ) તથા વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ છે.

ભારત ને એસસીઓની પૂર્ણ સદસ્યતા આ વર્ષે મળી અને જૂન, 2017માં કજાખસ્તાનના અસ્તાનામાં આયોજિત શંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સામેલ થયા હતા. એસસીઓ સભ્યના રૂપમાં ભારતની ભાગીદારીથી એસસીઓના માળખા અંતર્ગત આઝાદી અને ભૂ-ભાગની સુરક્ષાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગના વિકાસને ગતિ આપવાનો અવસર મળશે. આનાથી ક્ષેત્રિય અને વૈશ્વિક પ્રારૂપમાં ગુણાત્મક રૂપથી નવી સ્થિતિ બનશે. શંઘાઈ સહયોગ સંઘઠનની સરકારોના પ્રમુખોની બેઠકમાં કટોકટિની પરિસ્થિતિને સમાપ્ત કરવામાં સભ્ય દેશોની સરકારોની વચ્ચે થયેલ સમજુતીને લાગુ કરવા મટે 2018-19ની કાર્ય યોજનાના પ્રારૂપ પર વિચાર કરાશે અને તેને મંજૂરી આપી દેવાશે.

પોતાની યાત્રા દરમિયાન ગૃહમંત્રી કેટલાક એસસીઓ સભ્ય દેશોના મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

 

AP/JK/GP                                                                     



(Release ID: 1500482) Visitor Counter : 132


Read this release in: English