મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારત-નેપાળની સરહદ પર મેચી નદી પર નવા પુલનું નિર્માણ કરવા ભારત અને નેપાળ વચ્ચે થયેલા સમજૂતીકરારને મંજૂરી આપી
Posted On:
23 AUG 2017 5:17PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 23 ઓગસ્ટ, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત અને નેપાળ વચ્ચે ભારત-નેપાળની સરહદ પર મેચી નદી પર નવા પુલનું નિર્માણ શરૂ કરવા ખર્ચની વહેંચણી કરવા, શીડ્યુલ્સ અને સલામતીના મુદ્દાઓ પર અમલીકરણ સમજૂતી કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.
પુલના નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ. 158.65 કરોડ છે, જેને એડીબી લોન મારફતે ભારત સરકાર ફંડ પૂરું પાડશે. નવો પુલ રાષ્ટ્રીય રાજમાર્ગ 327બી પર કાકરવિટ્ટા (નેપાળ)થી પાનીટાંકી બાયપાસ (ભારત) વચ્ચે 1500 મીટરની લંબાઈને અપગ્રેડ કરવાનો ભાગ છે, જેમાં 825 મીટરનો 6 લેનનો એપ્રોચ રોડ સામેલ છે. મેચી પુલ ભારતમાં એશિયન હાઇવે 02નું અંતિમ બિંદુ છે, જે નેપાળ તરફ દોરી જાય છે અને નેપાળ સાથે મહત્વપૂર્ણ જોડાણ પ્રદાન કરે છે.
પુલનું નિર્માણ પ્રાદેશિક જોડાણ વધારશે અને બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરવાની સંભવિતતા ધરાવે છે તથા ઔદ્યોગિક, સામાજિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા સંબંધોને મજબૂત કરશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએચઆઇડીસીએલ)ને આ પ્રોજેક્ટ માટે અમલીકરણ એજન્સી બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ડીપીઆર તૈયાર થઈ ગયો છે અને નેપાળની સરકાર સાથે વિચારણા હાથ ધરીને પુલના એલાઇનમેન્ટને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.
AP/JK/GP
(Release ID: 1500469)
Visitor Counter : 62