નાણા મંત્રાલય

નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ મુખ્યમંત્રીઓને પત્ર લખીને ઉત્પાદનમાં લેવાતા પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેલ્યુ-એડેડ ટેક્સનો બોજ ઘટાડવા જણાવ્યું

Posted On: 18 AUG 2017 4:37PM by PIB Ahmedabad

નવી દિલ્હી 18-08-2017

 

કેન્દ્રિય નાણાં, રક્ષા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને માલ અને સેવા કર (જીએસટી) લાગુ થયા બાદ થી માલ તૈયાર કરવામાં ઉપયોગ કરાતા પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેલ્યુએડેડ ટેક્સ (વેટ)નો બોજ ઘટાડવા અનુરોધ કર્યો છે.

નાણાં મંત્રી દ્વારા લખાયેલા પત્રમાં માલ અને સેવા કર વ્યવસ્થાને જોતા દેશના ઉત્પાદન ક્ષેત્રોના પેટ્રોલિયમ ઉત્પાદનોમાં રોકાણ ખર્ચ વધારાને સંબંધિત ચિંતાની બાબતમાં જણાવ્યું હતું. જીએસટી વ્યવસ્થા પહેલા પેટ્રોલિયમ ઉત્પાદનો અને અંતમાં ઉત્પાદિત માલ બંને પર વેટ લાગતો હતો તથા વિનિર્મિતાઓ દ્વારા ઉત્પાદનમાં લેવાતા પેટ્રોલિયમ ઉત્પાદનોનો ઈનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ રીતે અપાઈ. જો કે જીએસટી લાગુ થયા બાદ ઉત્પાદિત માલ પર જીએસટી લાગે છે જ્યારે ઉત્પાદનમાં વપરાયેલ પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટ લાગવા થી ટેક્સ વધી જાય છે. તેને જોતા કેટલાક રાજ્યોએ જીએસટી વ્યવસ્થા પહેલા માલમાં ઉત્પાદનમાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પર વેટનો દર 5 ટકા ઓછો છે. કેટલા રાજ્યોમાં ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પાદિત ડીઝલ પર વેટનો દર ઓછો હતો.

એટલે શ્રી અરૂણ જેટલીએ અન્ય રાજ્યો સાથે પણ ઉત્પાદનમાં લેવાતા પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટના દરમાં ઘટાડો કરવાની સંભાવનાઓને ચકાસવાનો અનુરોધ કર્યો જે મુદ્દાઓ પર જીએસટી લાગુ છે, જેથી માલ ખર્ચ પર ન્યૂનત્તમ પ્રભાવ પડે.

 

AP/JK/GP                                     



(Release ID: 1500071) Visitor Counter : 180


Read this release in: English