પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય

સ્વચ્છ સંકલ્પ થી સ્વચ્છ સિદ્ધિ પ્રતિયોગિતા

Posted On: 18 AUG 2017 4:34PM by PIB Ahmedabad

નવી દિલ્હી 18-08-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંકલ્પ થી સિદ્ધિ અતંર્ગત 2022 સુધી દેશની ગંદકી અને કચરા થી મુક્ત કરવાનો જન સંકલ્પ લઈને નવા ભારતનું નિર્માણ કરવાની સ્પષ્ટ અપીલ કરી છે. આ વિચારને અનુરૂપ જન આંદોલન, સ્વચ્છતાની દિશામાં એક પ્રમુખ પગલાના રૂપમાં પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે 17 ઓગષ્ટ થી 08 સપ્ટેમ્બર, 2017 સુધી દેશભરમાં ફિલ્મ, નિબંધ અને ચિત્રકલા પ્રતિયોગિતાનું આયોજન કરી રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ભારત મિશન (એસબીએમ) અને તેની સાથે જોડાયેલા કાર્યોમાં મોટા પાયા પર લોકોને સામેલ            કરવાનો છે.

સ્વચ્છ સંકલ્પ થી સ્વચ્છ સિદ્ધિ બેનર હેઠળ આયોજિત કરનારી ઉપરોક્ત પ્રતિયોગિતાઓના વિષય છે :

 

  • નિબંધ પ્રતિયોગિતા – હું સ્વચ્છતા માટે શું કરીશ ?
  • ફિલ્મ પ્રતિયોગિતા – ભારતને સ્વચ્છ બનાવવામાં મારું યોગદાન
  • ચિત્રકળા પ્રતિયોગિતા – મારા સપનાનું સ્વચ્છ ભારત

આ પ્રતિયોગિતા માત્ર પ્રાથમિક સ્કુલના વિદ્યાર્થીઓ માટે છે.

ઉપરોક્ત પ્રતિયોગિતાના આધાર પર 2 ઓક્ટોબર, 2017ના રોજ રાષ્ટ્રીય સ્વચ્છ ભારત પુરસ્કાર અર્પણ કરાશે. આ પ્રતિયોગિતાઓ 8 સપ્ટેમ્બર, 2017 સુધીમાં સમાપ્ત થઈ જવી જોઈએ.

 

 

AP/JK/GP                                     


(Release ID: 1500069) Visitor Counter : 547


Read this release in: English