ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ બાર્સિલોનામાં આતંકવાદી હુમલાની નિંદા કરી

Posted On: 18 AUG 2017 4:32PM by PIB Ahmedabad

નવી દિલ્હી 18-08-2017

 

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ બાર્સિલોના, સ્પેનમાં થયેલા આંતકવાદી હુમલાની નિંદા કરી છે. પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે આવું બર્બર અને નિંદનીય કૃત્યને ન્યાયપૂર્ણ ના કહી શકાય અને આજે માનવતાની સામે સૌથી મોટું જોખમ આતંકવાદ છે. તેમણે કહ્યું કે માત્ર સમન્વિત વૈશ્વિક પ્રયાસો થી જ આંતરરાષ્ટ્રીય આતંકવાદનો નાશ કરી શકાય છે.

ઉપરાષ્ટ્રપતિના સંદેશનો મૂળપાઠ નીચે મુજબ છે :

‘મને બાર્સિલોના, સ્પેનમાં થયેલ આતંકવાદી હુમલાની બાબતમાં જાણીને અત્યંત દુઃખ થયું છે. મારી સંવેદનાઓ અને પ્રાર્થના શોક સંતપ્ત પરિવારજનો અને ઘાયલો સાથે છે.

આવું બર્બર અને નિંદનીય કૃત્ય ક્યારેય પણ ન્યાયપૂર્ણ ના કહી શકાય. આજે માનવતાની સામે આતંકવાદ સૌથી મોટું જોખમ છે.

આંતરરાષ્ટ્રીય આતંકવાદનો ખાતમો માત્ર સમન્વિત વૈશ્વિક પ્રયાસોથી જ કરી શકાય તેમ છે. સંકટની ઘડીમાં અમે સ્પેનની સરકાર અને ત્યાંના લોકોની સાથે છીએ અને હુમલાખોરોનો સામનો કરવાની ઝડપી કાર્યવાહીની અમે પ્રશંસા કરીએ છીએ. હું શોક સંતપ્ત પરિવારો માટે પ્રાર્થના કરું છું અને ઘાયલોને ઝડપથી સાજા થવાની પણ પ્રાર્થના કરું છું.’

 

AP/JK/GP                                     



(Release ID: 1500066) Visitor Counter : 153


Read this release in: English