રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ કોવિંદે ખાણ ઉદ્યોગને કહ્યું “માનવ સુરક્ષા અને જીવને હંમેશા પ્રાથમિકતા આપવી જોઈએ”

Posted On: 17 AUG 2017 5:38PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 17-08-2017

 

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (17 ઓગષ્ટ)ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં વર્ષ 2013 તેમજ 2014 માટે રાષ્ટ્રિય સુરક્ષા પુરસ્કાર (ખાણ) અર્પણ કર્યા.

આ અવસર પર સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ખનિજ સંસાધનોથી સંપન્ન દેશ છે. વર્તમાન સમયમાં ખાણ ક્ષેત્ર આપણા દેશની કુલ જીડીપીમાં લગભગ 2.6 ટકાનું યોગદાન આપે છે. એટલું જ નહિ, આ ક્ષેત્ર દસ લાખથી વધુ લોકોને દૈનિક આધાર પર પ્રત્યક્ષ રૂપથી રોજગારી પૂરી પાડે છે અને અનેક પરિવારોના જીવન નિર્વાહમાં મદદ કરે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, હાલના દશકમાં ખાણ ઉદ્યોગે સઘન સિસ્ટમ અને નવી પ્રૌદ્યોગિકીને અપનાવીને ઉત્પાદન અને ઉત્પાદકતાના ક્ષેત્રમાં પ્રસંશનીય પ્રગતિ કરી છે. ઈતિહાસમાં આ પહેલા ક્યારે પણ ભારતીય ખાણ ઉદ્યોગે આ રીતે ક્રાંતિકારી બદલાવોનો અનુભવ કર્યો નથી. વધુ ઉત્પાદકતા અને નફાનું ધોરણ તેમજ કર્મચારીઓની સુરક્ષાની વચ્ચે સંતુલન ઘણું મહત્વપૂર્ણ છે. માનવ સુરક્ષા અને જીવન આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તેને પ્રાથમિકતા આપવી એ દરેક વ્યક્તિ તેમજ સંગઠનની જવાબદારી છે.

તેમણે કહ્યું, ખાણ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા પુરસ્કાર આપણા દેશના ખાણ ઉદ્યોગમાં સુરક્ષા અને કલ્યાણ ધોરણોને જાળવી રાખવા માટે ઉત્કૃષ્ટ પ્રેરક તરીકે ચાલુ રહેશે. આજના આ કાર્યક્રમમાં ખનીજ ક્ષેત્રના પુરસ્કાર વિજેતાઓ દ્વારા અપનાવાયેલ વ્યવસ્થા તેમજ પ્રણાલી ખાણ એન્જીનીયરિંગ અને વ્યવસ્થાના છાત્રો માટે એક ઉદાહરણ (કેસ સ્ટડી) બનવી જોઈએ. છાત્રોએ પણ પોતાના પરિચય તેમજ પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત આ ખાણ ક્ષેત્રોની મુલાકાત લેવી જોઈએ. પુરસ્કાર વિજેતા ખાણ ઉદ્યોગો દ્વારા શરૂ કરાયેલી વિશેષ સુરક્ષા સુવિધાઓથી સંબંધિત પ્રાધિકરણો અને સાર્વભૌમિક રૂપથી સ્વીકાર્ય સંસ્થાઓ, જે પણ લાગુ હોય, તેના દ્વારા ખાસ રૂપથી પ્રદર્શિત થવું જોઈએ. રાષ્ટ્રપતિએ ખાણ કંપનીઓને અનુરોધ કર્યો કે તેઓ કર્મચારીઓ, તેના પરિવારજનો, સ્થાનિક સમુદાયો અને વ્યાપક જન સમૂહોને અસરકારક સહાયતા પ્રદાન કરવા માટે પ્રબુદ્ધ નીતિઓનું નિર્માણ કરે.

 

 

AP/JK/GP             ક્રમાંક : 478


(Release ID: 1499974) Visitor Counter : 235


Read this release in: English