માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે ઈલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ માટે ફાસ્ટ ટેગની ઉપલબ્ધતા સુગમ બનાવવા પગલા લીધા

ટોલ પ્લાઝા ખાતે કોમન સર્વિસ સેન્ટર્સ સેલ પોઈન્ટસ સ્થાપશે

ફાસ્ટ ટેગની ખરીદી ઓનલાઈન પણ થઈ શકશે

તમામ ટોલ પ્લાઝા ખાતે ફાસ્ટ ટેગ વાહનો માટે એક્સલુઝિવ લેન 1 લી સપ્ટેમ્બર, 2017થી કાર્યરત થશે

Posted On: 17 AUG 2017 4:24PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 17-08-2017

 

ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન માટે ફાસ્ટ ટેગ (FASTags) ઉપલબ્ધ બનાવવા નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને એનપીસીઆઈ સાથે પરામર્શ કરીને બે ક્રાંતિકારી કદમ અમલમાં મુક્યા છે. આ પગલાંમાં ફાસ્ટ ટેગના ઓનલાઈન વેચાણ અને ટોલ પ્લાઝા નજીક કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) દ્વારા ઓફફલાઈન વેચાણનો સમાવેશ થાય છે.

ફાસ્ટ ટેગની ખરીદી ઈસ્યુઅર બેંકની વેબસાઈટ /NHAI વેબસાઈટ/IHMCL વેબસાઈટ ઉપરથી ઓનલાઈન પણ થઈ શકશે અને ખરીદનારના ઘર આંગણે તેની ડિલીવરી પહોંચાડવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ પગલાથી ફાસ્ટ ટેગની ઉપલબ્ધી અને પ્રાપ્યતામાં વધારો થવાની સાથે ફાસ્ટ ટેગના વેચાણમાં પણ વધારો થશે.

ઓનલાઈન વેચાણ ઉપરાંત આવતી કાલે તા. 18 ઓગસ્ટ 2017થી ટોલ પ્લાઝા નજીક સ્થપાયેલા કોમન સર્વિસ સેન્ટર્સ (CSC)ના સેલ પોઈન્ટ ઉપરથી પણ ફાસ્ટ ટેગની ખરીદી થઈ શકશે. કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) તેમના વ્યાપક નેટવર્કને કારણે ખૂબ જ ટૂંકા ગાળામાં 20 કરોડ આધાર કાર્ડ બનાવવાનો તથા ડિજિટલ ઈન્ડિયાના અન્ય ઘણાં સિમાચિન્હો હાંસલ કરવાની સિધ્ધિ ધરાવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોમન સર્વિસ સેન્ટર્સ સાથેના જોડાણને કારણે ETC વ્યવસ્થાને વધુ વેગ મળશે.

હાઈબ્રીડ ETCની કામગીરી કે જેમાં તમામ ટોલ પ્લાઝા ખાતે RFID રીડર્સની સ્થાપના અને સંકલનનો સમાવેશ થાય છે. આ કામગીરી હાલમાં પ્રગતિમાં છે અને તે 31 ઓકટોબર, 2017 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. જ્યાં ટોલ પેમેન્ટ સ્વિકારવાની અન્ય વ્યવસ્થા ન હોય ત્યાં તમામ હાઈબ્રીડ લેનમાંથી ઓછામાં ઓછી એક લેન ફાસ્ટ ટેગ વાહનો માટે ફાળવવામાં આવશે. ફાસ્ટ ટેગ વાહનો માટેની આ અલાયદી લેન તા. 1 સપ્ટેમ્બર, 2017થી અમલમાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી મોદીની કેશલેસ અર્થતંત્રની ઝુંબેશને આગળ ધપાવીને, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, પોતાના કાર્યક્ષેત્ર હેઠળના તમામ ટોલ પ્લાઝા ખાતે ETC માળખાગત સુવિધા (Infrastructure)ની સ્થાપના અને તેના અસરકારક અમલીકરણ માટે કામ કરી રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પણ આ દિશામાં કામ કરી રહી છે અને તે નેશનલ હાઈવે ઉપરના વાહનોને સલામત, આસાન અને નિરંતર પ્રવાસની વ્યવસ્થા પૂરી પાડશે.

 

AP/JK/GP            


(Release ID: 1499936) Visitor Counter : 239


Read this release in: English