મંત્રીમંડળ

મંત્રીમંડળે વર્ષ 2017-18 દરમિયાન લાંબા ગાળાના સિંચાઈ કોષ માટે રૂ. 9020 કરોડ સુધી વધારાના બજેટ સંસાધન એકત્ર કરવાની મંજૂરી આપી

Posted On: 16 AUG 2017 5:43PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 16-08-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2017-18 દરમિયાન જરૂરિયાત અનુસાર રૂ. 9020 કરોડ સુધીના વધારાના અંદાજપત્રીય સંસાધનો એકત્ર કરવાની મંજૂરી આપી દીધી છે. આ રકમ નાબાર્ડ દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય) અંતર્ગત ચાલતી પ્રાથમિકતા ધરાવતી 99 સિંચાઈ યોજનાઓ અને તેની સાથે સાથે તેમના કમાન્ડ ક્ષેત્ર વિકાસ (સીએડી)ના ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ (એઆઈબીપી) કાર્યોના અમલીકરણ માટે ઋણના સંદર્ભમાં વાર્ષિક 6 ટકા વ્યાજદર સુનિશ્ચિત કરવા માટે બોન્ડ ઇશ્યૂ કરવા એકત્ર કરવામાં આવશે.

ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ (એઆઈબીપી) અંતર્ગત અનેક મોટી અને મધ્યમ સિંચાઈ યોજના મુખ્ય રીતે ભંડોળની અપર્યાપ્ત જોગવાઈને કારણે અધૂરી હતી. નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન પીએમકેએસવાય (એઆઇબીપી અને સીએડી) અંતર્ગત ચાલતી 99 યોજનાઓને ડિસેમ્બર, 2019 સુધી અનેક તબક્કાઓમાં પૂર્ણ કરવા માટે ઓળખ કરવામાં આવી હતી. મોટા પ્રમાણમાં ભંડોળની જરૂરિયાતો પૂર્ણ કરવા અને આ યોજનાનું કાર્ય પૂર્ણ કેન્દ્રીય નાણાં મંત્રીએ તેમના બજેટ ભાષણ 2016-17 દરમિયાન પીએમકેએસવાય-એઆઇબીપી અને સીએડી અંતર્ગત ઓળખ કરવામાં આવી, વર્તમાન યોજનાઓ માટે કેન્દ્ર અને રાજ્યોના હિસ્સાની નાણાકીય જોગવાઈ પૂર્ણ કરવા રૂ. 20,000 કરોડના શરૂઆતના ભંડોળ સાથે નાબાર્ડમાં સમર્પિત લાંબા ગાળાની સિંચાઈ ભંડોળ (એલટીઆઈએફ)ના સર્જનની જાહેરાત કરી હતી.

રાજ્યો માટે નાબાર્ડના ઋણને આકર્ષક બનાવવા માટે વર્ષ 2016-17થી 2019-2020 દરમિયાન નાબાર્ડને દર વર્ષે અપેક્ષિત ખર્ચમુક્ત ભંડોળ ઉપલબ્ધ કરાવીને વ્યાજના દર 6 ટકાની આસપાસ જાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વર્ષ 2016-17 દરમિયાન નાબાર્ડએ એલટીઆઈએફ અંતર્ગત કુલ રૂ. 9086.2 કરોડની રકમનું વિતરણ કર્યું હતું, જેમાં રૂ. 2414.16 કરોડ પોલાવરમ યોજના (ઇબીઆર ઘટક વિના) માટે ઇશ્યૂ કરવામાં આવ્યા હતા અને બાકીના રૂ. 6671.86 કરોડની ઓળખ ઇબીઆરનો ઉપયોગ કરતી યોજના માટે ઇશ્યૂ કરવા થઈ હતી. ઉપરાંત રૂ. 924.9 કરોડ અંદાજપત્રીય જોગવાઈના માધ્યમથી કેન્દ્રીય સહાયતા (સીએ) સ્વરૂપે વિતરિત કરવામાં આવી. વર્ષ 2016-17 દરમિયાન નાબાર્ડે ઇબીઆર સ્વરૂપે ભારત સરકારની પૂર્ણ અદા કરનાર બોન્ડ સ્વરૂપે રૂ. 2187 કરોડની કુલ રકમ એકત્ર કરી હતી.

વર્ષ 2017-18 દરમિયાન એલટીઆઈએફના માધ્યમથી રૂ. 29,000 કરોડની અંદાજિત રકમની જરૂર પડશે, જે માટે રૂ. 9020 કરોડની ઇબીઆર અપેક્ષિત હશે.

રાજ્યો અને કેન્દ્રીય જળ પંચ દ્વારા વિભિન્ન સમીક્ષા બેઠકો દરમિયાન જણાવેલી સ્થિતિ અનુસાર, 18 યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે કે પૂર્ણ થવાને આરે છે. વર્ષ 2016-17 દરમિયાન આ તમામ 99 યોજનાઓ દ્વારા 14 લાખ હેક્ટરથી વધારે વિસ્તારને સિંચાઈનો લાભ મળવાની આશા છે. વર્ષ 2017-18 દરમિયાન 33થી વધારે યોજના પૂર્ણ થવાની શક્યતા છે. ઓળખ કરવામાં આવેલી સિંચાઈ યોજનાઓ પૂર્ણ થવાના અને નિર્માણના તબક્કા દરમિયાન મોટા પાયે વતન અને અન્ય રોજગારીની તકોનું સર્જન કરશે. એ વાત પણ મહત્વપૂર્ણ છે કે યોજનાઓ પૂર્ણ થવાથી લગભગ 76 લાખ હેક્ટર સિંચાઈ શક્યતાનો ઉપયોગ આ ક્ષેત્રમાં ખેતીને સંપૂર્ણપણે બદલી દેશે, જેના પરિણામે સ્વરૂપે પાકની સઘનતા, પાક વ્યવસ્થામાં પરિવર્તન, કૃષિની કાયાપલટ અને અન્ય સહાયક પ્રક્રિયાઓના માધ્યમથી મોટી સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન થશે.

 

AP/GP                        


(Release ID: 1499832) Visitor Counter : 184


Read this release in: English