મંત્રીમંડળ

એનઆઈટી, આંધ્ર પ્રદેશમાં ડિકેટરની એક જગા અને ત્રણ નોન-ટીચીંગ જગાઓ ઊભી કરવા કેબિનેટની મંજૂરી

Posted On: 16 AUG 2017 5:28PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 16-08-2017

 

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે રૂ.75,000નો બેઝિક પગાર + રૂ.5,000નું સ્પેશિયલ એલાઉન્સ ધરાવતી ડિરેક્ટરની જગા અને રૂ.10,000નો ગ્રેડ પે ધરાવતી ત્રણ નોન-ટીચીંગ જગાઓ (રજિસ્ટ્રાર, લાયબ્રેરીયન અને પ્રિન્સિપલ સ્ટુડન્ટસ એક્ટિવિટી એન્ડ સ્પોર્ટસ (SAS) ઓફિસર)ની જગા નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (NIT), આંધ્ર પ્રદેશ માટે ઊભી કરવાની મંજૂરી આપી છે.

પશ્ચાદ્દ ભૂમિકા

એનઆઈટી સંસ્થાઓ રાષ્ટ્રિય મહત્વ ધરાવતી સંસ્થાઓ છે અને એન્જીનિયરીંગ તથા ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ ગણાય છે અને તેમણે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ટેકનિકલ શિક્ષણને કારણે નોંધપાત્ર સ્થાન હાંસલ કર્યું છે. આ અધિકારીઓ ઉદ્યોગ સાહસિકતાને વેગ આપે તથા દેશભરમાં રોજગાર નિર્માણની તકો ઊભી કરે તેવું ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શિક્ષણ આપવા, ટેકનિકલ મેન પાવર તેમજ એનઆઈટીના સંચાલન માટે જવાબદાર ગણાશે.

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તા.1 માર્ચ, 2014ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના વિભાજનની મંજૂરી મળવાને કારણે માનવ સંસાધન (એચઆરડી) મંત્રાલય દ્વારા અનુગામી રાજ્ય આંધ્ર પ્રદેશમાં, આંધ્ર પ્રદેશ રેક્ગ્નીઝશન એક્ટ- 2014ના પરિશિષ્ટ-13 (શિક્ષણ) મુજબ આ મંજૂરી આપવામાં આવી છે.

 

AP/GP  


(Release ID: 1499827) Visitor Counter : 199


Read this release in: English