પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બહાદુરી પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરવા વેબસાઇટ લોન્ચ કરી

Posted On: 15 AUG 2017 11:33AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 15-08-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદી પછી અત્યાર સુધીના બહાદુરી પુરસ્કારના તમામ વિજેતાઓનું સન્માન કરવા આજે નવી વેબસાઇટ લોન્ચ કરી છે.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને આ વેબસાઇટ http://gallantryawards.gov.in/ના લોન્ચની જાહેરાત કરતા કહ્યું હતું કે, આ પોર્ટલ આપણા સાહસિક પુરુષો અને મહિલાઓ, નાગરિકો અને સૈનિકોની શૌર્યગાથાનું જતન કરશે અને આપણને તેના વિશે જાણકારી આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદી પછી અત્યાર સુધી બહાદુરી પુરસ્કાર મેળવનાર આપણા હીરોની યાદગીરી સ્વરૂપે http://gallantryawards.gov.in/ સાઇટ લોન્ચ કરવામાં આવી છે. આ પોર્ટલ http://gallantryawards.gov.in/  આપણા સાહસિક ભાઈઓ અને બહેનો, નાગરિકો અને સૈનિકોની શૌર્યગાથાઓને જાળવશે અને નવી પેઢીઓને આ અંગે જાણકારી આપશે. જો તમારી પાસે કોઈ માહિતી/ફોટો હોય, જે આ માહિતીમાં સામેલ ન હોય અને તેને પોર્ટલ પર ઉમેરી શકાય તેવું જણાય, તો કૃપા કરીને સાઇટ પર ફીડબેક લિન્ક મારફતે તેને શેર કરો.

 

GP/TR                     



(Release ID: 1499686) Visitor Counter : 137


Read this release in: English