સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે પી નડ્ડાએ મંડીમાં થયેલ માર્ગ અકસ્માત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી

Posted On: 14 AUG 2017 4:54PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14-08-2017

 

ગઈકાલે હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂસ્ખલનના કારણે થયેલી દુર્ઘટના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાએ ઘેરા દુઃખની લાગણી પ્રગટ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર દુર્ઘટના પીડિતોની સાથે પૂરી રીતે ઊભી છે.

કેન્દ્રીય મંત્રી નડ્ડાએ કહ્યું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઘટનાની ત્વરિત માહિતી લેતા મોકલાયેલી એનડીઆરએફની ટીમ દ્વારા રાહત કાર્યમાં ઘણી મદદ મળી રહી છે.

ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ઓછી થાય તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કેન્દ્રીય પરિવહન મંત્રી શ્રી નિતિન ગડકરી સાથે વાત કરી અને એનએચએઆઈને જરૂરી પગલાં ભરવા આદેશ આપવાનો અનુરોધ કર્યો.

કેન્દ્રીય પરિવહન મંત્રીએ શ્રી નડ્ડાના અનુરોધ પર એનએચએઆઈને હિમાચલ પ્રદેશમાં બનનારા દરેક નેશનલ હાઈવેની ડીપીઆરમાં સોઈલ સ્ટેબીલાઈઝેશન, લેન્ડ પ્રોટેક્શન વૉલ, ઝીઓ સ્ટેટીક અને સ્લોપ સ્ટેબીલાઈઝેશન ટેકનોલોજીનો સમાવેશ કરવા આદેશ આપ્યો હતો. શ્રી નિતિન ગડકરીએ એનએચએઆઈને ડીપીઆર અતિ ઝડપથી પૂર્ણ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

જે. પી. નડ્ડાએ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો આભારત વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં આવી દૂર્ઘટનાઓમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરી હતી.

 

GP/TR                    



(Release ID: 1499567) Visitor Counter : 158


Read this release in: English