સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

બીએસએનએલની સ્વતંત્રતા દિવસ પર રજૂઆત – વાસ્તવમાં એક ભારત : હવે રોમિંગ દરમિયાન વૉઈસ/એસએમએસ, એસટીવી અને કૉમ્બો વાઉચરનો લાભ

Posted On: 14 AUG 2017 3:31PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14-08-2017

 

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) 15 જૂન, 2015ના રોજ નિઃશૂલ્ક રાષ્ટ્રીય રોમિંગની સુવિધા પૂરી પાડનાર પહેલી ઑપરેટર હતી. ત્યારબાદ હવે બીએસએનએલે 71મા સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગષ્ટ, 2017થી આખા દેશમાં તેમના વિસ્તારોમાં જ્યાં બીએસએનએલ પોતાની સુવિધાઓ પૂરી પાડે છે ત્યાં રાષ્ટ્રીય રોમિંગમાં વૉઈસ/એસએમએસ, ખાસ ટેરિફ વાઉચર (એસટીવી) અને કૉમ્બો વાઉચરનો લાભ આપવાનો નિર્ણય લીધો છે.

આ રજૂઆતનો લાભ આપણા યુવાનો અને પત્રકારો સહિત મુખ્ય રીતે વધુ યાત્રા કરનારા લોકોને મળશે. વર્તમાનમાં જો તમારી પાસે કોઈ એસટીવી છે તો તમે આનો લાભ પોતાના ગૃહ રાજ્ય / લાયસન્સ સેવા ક્ષેત્ર (એલએસએ)માં જ લઈ શકો છો, પરંતુ હવે 15 ઓગષ્ટ, 2017થી વ્યક્તિની યાત્રા દરમિયાન તેમના ગૃહ એલએસએની બાહર પણ તેને આ લાભ મળશે.

ઉદાહરણ માટે એસટીવી 349 જેમાં માત્ર ગૃહ એલએસએમાં કોઈપણ નેટવર્કની અનલિમિટેડ વૉઈસ કોલ કરવાની સુવિધા છે. હવે ઉપભોક્તા હોમ એલએસએથી બહાર બીએસએનએલના પરિચાલનવાળા કોઈપણ ક્ષેત્રમાં યાત્રા દરમિયાન કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઈસ કોલ કરવાનો લાભ મેળવે શકે છે.

બીએસએનએલ બોર્ડના નિદેશક (સીએમ) શ્રી આર કે મિત્તલે કહ્યું, આ યોજનાથી સેનાના કર્મચારીઓ, વ્યવસાયિકો, વ્યાપારીઓ, અને વિદ્યાર્થીઓ દરેકને વધુ લાભ મળશે.

 

GP/TR                       



(Release ID: 1499550) Visitor Counter : 124


Read this release in: English