ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
14 AUG 2017 3:29PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 14-08-2017
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે આપણે એ વીર સ્વતંત્રતા સેનાનિઓને નમન કરીએ છીએ જેઓના સાહસ અને બલિદાનથી દમનકારી શાસનથી આપણા દેશની સ્વતંત્રતાનો માર્ગ વિસ્તરીત થયો છે. તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસ પર આપણે પ્રણ લઈએ કે આપણે ગરીબી, નિરક્ષતા અને ભ્રષ્ટાચારને સમાપ્ત કરી નવા ભારતનું નિર્માણ કરીશું.
ઉપરાષ્ટ્રપતિના સંદેશો મૂળપાઠ નીચે મુજબ છે :
‘સ્વતંત્રતા દિવસના અવસર પર હું દેશના લોકોને હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું.
આ અવસર પર આપણા રાષ્ટ્ર દ્વારા હાંસલ કરાયેલ પ્રગતિ પર ગૌરવાન્વિતનો અનુભવ કરો અને આપણા એ વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના સાહસ અને બલિદાનને નમન કરીએ જેમના બલિદાનથી દમનકારી શાસનથી આપણા દેશને મુક્તિ મળી.
આ સ્વતંત્રતા દિવસ પર પ્રણ લઈએ કે આપણે ગરીબી, નિરક્ષતા અને ભ્રષ્ટાચાર સમાપ્ત કરી નવા ભારતનું નિર્માણ કરીએ અને દેશા પ્રત્યેક નાગરિક માટે સમૃદ્ધિ, સમાનતા અને ગરિમાના લક્ષ્યને પ્રાપ્ત કરી રાષ્ટ્રપિતા અને અન્ય વીર સ્વતંત્ર્ય સેનાનીઓના સ્વપનોને સાકાર કરીએ.
જેમ કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંનો એક છે, એવામાં દરેક નાગરિકે દેશના સામાજિક મૂલ્યોને કાયમ રાખતા એકતા અને અખંડિતતાને સુદૃઢ કરવી જોઈએ.”
GP/TR
(Release ID: 1499547)
Visitor Counter : 160